અનંત રાધિકાની પ્રિવેડિંગ સેરેમની પૂર્ણ થયા બાદ મુકેશ અંબાણીએ દ્વારકામાં જગત મંદિરમાં કર્યા દર્શન- વીડિયો

|

Mar 05, 2024 | 11:34 PM

અનંત અંબાણી અને રાદિકા મરચન્ટની જામનગરમાં ખાવડી સ્થિત આવેલ રિલાયન્સ ટાઉનશીપમાં ત્રણ દિવસની પ્રિવેડિંગ સેરેમની યોજાઈ હતી. જેમા દુનિયાભરની હસ્તીઓને આમંત્રિત કરાઈ હતી. આ ગ્રાન્ડ સેરેમની સંપન્ન થયા બાદ આજે મુકેશ અંબાણીએ પરિવાર સાથે દ્વારકાધિશ મંદિરમાં દર્શન કર્યા હતા.

અનંત અંબાણી અને રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની પૂર્ણ થયા બાદ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પોતાના પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા. મુકેશ અંબાણીના માતા કોકીલાબેને તેમજ અંબાણી પરિવારના થનાર પુત્રવધુ રાધિકા મર્ચન્ટના માતા-પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. શારદાપીઠમાં ધ્વજપૂજન બાદ મંદિરમાં 56 ભોગ મનોરથ યોજાયો. અંબાણી પરિવારે મંદિરમાં દર્શન અને દ્વારકાધિશની આરતી કરવાનો પણ લ્હાવો લીધો હતો.

દ્વારકાધિશના દર્શન બાદ ધન્યતા અનુભવતા મુકેશ અંબાણીએ કહ્યું કે અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ સેરેમનીથી જામનગર ઈન્ટરનેશનલ મેપ પર આવી ગયું છે અને આ દ્વારકાધીશની કૃપા વગર આ શક્ય નથી. આ તકે મુકેશ અંબાણીએ જામનગરની જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો.

આપને જણાવી દઈએ કે ખાવડી સ્થિત આવેલી રિલાયન્સ ટાઉનશીપમાં અનંક રાધિકાની ત્રણ દિવસની ગ્રાન્ડ પ્રિવેડિંગ સેરેમની યોજાઈ હતી. જેમા ન માત્ર દેશમાંથી પરંતુ વિશ્વભરમાંથી હસ્તીઓનો જમાવડો જામનગર આવી પહોંચ્યો હતો. જેમા બિઝનેસ ટાયકુન્સથી લઈને સિનેજગત, ખેલ જગતની હસ્તીઓને આમંત્રિત કરાઈ હતી. આ ત્રણ દિવસની ગ્રાન્ડ સેરેમની દરમિયાન વિવિધ થીમ બેઝ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ.

આ પણ વાંચો: બમ બમ ભોલે અને જય ગીરનારીના નાદ સાથે ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો થયો પ્રારંભ- જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video