Rajkot Video : ધોરાજીમાં વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ,વાહનો સ્લીપ થવાની ઘટનામાં વધારો

|

Jul 10, 2024 | 1:38 PM

રાજકોટના ધોરાજીમાં વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. વરસાદી પાણીમાં રસ્તા ધોવાઈ જવાથી ઊબડ-ખાબડ થઈ ગયા છે. રાહદારીઓમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ છે.

રાજકોટના ધોરાજીમાં વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. વરસાદી પાણીમાં રસ્તા ધોવાઈ જવાથી ઊબડ-ખાબડ થઈ ગયા છે. રાહદારીઓમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ છે રસ્તા બનાવતા સમયે જે મેટલ કાકરી ઉપયોગ કરાયો હતો, તેની ઉપરથી ડામર ધોવાઈ ગયો છે. હવે કાકરીના કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે.લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે.

વાહનો સ્લીપ થવાના ઘટનામાં વધારો

રસ્તાઓ એટલી હદે બિસ્માર છે કે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો છે.વાહનો સ્લીપ થવાના બનાવ વધ્યા છે. છતાં પણ તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. લોકોની માગણી છે કે તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે છે.

એક તરફ પ્રજાને હાલાકી છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રસ્તા મુદ્દે રાજકારણ રમી રહ્યા છે. ધોરાજી શહેર ભાજપ પ્રમુખનો આરોપ છે કે રસ્તાઓ કોંગ્રેસના શાસનમાં બન્યા હતા.જેમાં હલકી ગુણવત્તાનું મટિરયલ વપરાયું હતું. જેના કારણે રસ્તાની આવી સ્થિતિ છે.

Next Video