પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલક અને બંગડી વેચનારે ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video

પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલક અને બંગડી વેચનારે ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video

| Edited By: | Updated on: Apr 28, 2026 | 10:07 PM

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાન્ય માણસોનો વિજય થયો છે. જેમાં પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલક અને બંગડી વેચનારની જીત થઈ છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં સામાન્ય લોકોનો ભવ્ય વિજય જોવા મળ્યો છે. મહેસાણામાં ભાજપ કાર્યાલય કમલમના પટ્ટાવાળા રમેશભાઈ ભીલ મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માંથી કોર્પોરેટર બન્યા છે. 27 વર્ષથી ફરજ બજાવતા રમેશભાઈને ભાજપે ટિકિટ આપી હતી, અને તેમની પેનલનો વિજય થયો.

વડોદરામાં સ્કૂલ વાન ચલાવતા ભૂપેન્દ્ર ઉરફે રાજેશ માછીએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા રાજેશ માછી અગાઉ રીક્ષા ચલાવતા હતા. તેમની કર્મનિષ્ઠા જોઈને ભાજપે તેમને વોર્ડ નંબર 13માંથી ટિકિટ આપી હતી.

આ ઉપરાંત, બહુચરાજીના મંદિર રોડ પર રસ્તાની બાજુમાં પાથરણું પાથરીને બંગડીઓ વેચતા સંસીબેન કાંગસિયા પણ હવે કોર્પોરેટર બની ચૂક્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તેમને વોર્ડ નંબર ચારમાંથી ટિકિટ આપી હતી. આ ઘટનાઓ સામાન્ય શ્રમિકો પર પણ જનતાનો વિશ્વાસ દર્શાવે છે, જેઓ હવે લોકસેવાનું કાર્ય કરશે.

ગુજરાતમાં એક માત્ર તાલુકા પંચાયત પર ભાજપ-AAP વચ્ચે ટાઈ, જુઓ Video 

Published on: Apr 28, 2026 09:53 PM
Follow Us