અમદાવાદમાં નિવૃત્ત IPS અધિકારીઓ અને કર્મચારીઓનું શિક્ષણ માટે સરાહનીય કાર્ય, જુઓ વીડિયો

|

Jul 21, 2024 | 5:11 PM

રાજ્યના નિવૃત્ત પોલીસ વડા એસ એસ ખંડવાવાલા સહિત નિવૃત અધિક એડિશનલ ડીજીપી સહિતના નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ આ સેવાયજ્ઞમાં જોડાયા હતા. શાહીબાગ પોલીસ લાઈનની શાળામાં તેઓએ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરુરી ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું હતું.

પોલીસની નોકરી દરમ્યાન સતત વ્યસ્તતા ભોગવી ચૂકવેલા અધિકારીઓ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહેવા માંગતા હોય છે. નિવૃત્તિ પછી ની પ્રવૃત્તિ માટે પ્રાથમિક શાળાના બાળકોના ઉદ્ધાર અને તેઓના ઉચ્ચ શિક્ષણ માટેની જવાબદારી ઉઠાવી છે નિવૃત્ત પોલીસ અધિકારીઓ એ. શાહીબાગ પોલીસ લાઇન માં આવેલી પ્રાથમિક શાળા રિટાયર્ડ પોલીસ ઓફિસર્સ દ્વારા દત્તક લેવામાં આવી છે.

આ શાળા ના બાળકો ના પરિવારોની આર્થિક સ્થિતિ નબળી હોય બાળકોને યુનિફોર્મ સહિતની ચીજ વસ્તુઓના વિતરણ માટે નો કાર્યક્રમ શાળા ખાતે યોજાયો હતો, જેમાં એસોસિયેશન સાથે સંકળાયેલ નિવૃત DGP એસ એસ ખંડવાવાલા ADGP, IGP અને DYSP કક્ષાના નિવૃત્ત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:22 pm, Sun, 21 July 24

Next Video