Winter 2022: ગુજરાતીઓએ ફરી ઠુઠવાવા રહેવુ પડશે તૈયાર, રાજ્યમાં ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડે લોકોને થીજવી દીધા હતા અને લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે. ત્યાર બાદ કમોસમી વરસાદે ફરીથી વાતાવરણને બદલી નાખ્યુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 8:47 AM

રાજ્યમાં ઠંડી (cold)નો બીજો રાઉન્ડ શરુ થવાનો છે. રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 3 દિવસ સુધી કોલ્ડ વેવ (Cold wave)ની આગાહી કરાઈ છે.

રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું જોર ફરી એકવાર વધશે. ઉપરાંત લોકોને શીત લહેરને પગલે ખાસ તકેદારી રાખવા માટે પણ હવામાન વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના દરિયાકિનારે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. સાથે જ દરિયાકિનારે રહેતા લોકોને ખાસ તકેદારી રાખવા જણાવાયુ છે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડે લોકોને થીજવી દીધા હતા અને લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઈ છે. ત્યારબાદ કમોસમી વરસાદે ફરીથી વાતાવરણને બદલી નાખ્યુ. હવે ફરીથી રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. એક તરફ કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે, ત્યારે લોકોએ બદલાતી ઋતુ વચ્ચે સ્વાસ્થ્ય વિશે ખાસ તકેદારીઓ રાખવાની જરુર છે.

આ પણ વાંચો- Banaskantha: ભરબજારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યુ, કેટલાક લોકો માંડ માંડ બચ્યા, જુઓ દ્રશ્યો

આ પણ વાંચો- ચોમાસામાં અમદાવાદના રસ્તાઓ પર નહીં ભરાય પાણી, જાણો શું છે કારણ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">