ચોમાસામાં અમદાવાદના રસ્તાઓ પર નહીં ભરાય પાણી, જાણો શું છે કારણ?

દર વર્ષે ચોમાસામાં અમદાવાદના અનેક રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળે છે. જેને કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ડર રહે છે. રહીશોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 6:36 AM

આ વર્ષે ચોમાસામાં અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તાઓ પર તળાવો નહીં ભરાય એવી આશા રાખી શકાય છે. કારણકે વરસાદી પાણી (Rain water) ભરાતા અમદાવાદ શહેરના 100 રસ્તાઓ પર કાયમી ઉકેલ આવે તેવા આયોજન સાથે AMCએ સરકાર પાસે સહાયની માગ કરી છે અને મુખ્યપ્રધાને (Chief Minister) આ માટે ગ્રાન્ટ આપવાની ખાતરી પણ આપી છે.

RCC અને PQC રોડ બનાવવાનું આયોજન

અમદાવાદ મહાનગરપાલિકાએ વરસાદના સમયમાં ક્યાં ક્યાં રસ્તા પર પાણી ભરાયેલા રહે છે તે માટેનો સર્વે કર્યો હતો. આ સર્વેમાં શહેરના 100 રસ્તા પર રેગ્યુલર પાણી ભરાતું હોવાનું સામે આવ્યું છે. આ બાબતના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર પાસે 250 કરોડનો ખર્ચ કરીને RCC અને PQC રોડ બનાવવા માટેનું આયોજન કરાયું છે. જે મુદ્દે AMCના સત્તાધીશોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી અને વરસાદી પાણી ભરાતા વિસ્તારોના બાબતે પ્રેઝન્ટેશન દર્શાવ્યું હતુ. જે બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પેશિયલ બજેટ મંજુર કરવા માટેની ખાતરી આપી છે.

સરકાર 250 કરોડની ગ્રાન્ટ આપશે

દર વર્ષે ચોમાસામાં અમદાવાદના અનેક રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળે છે. જેને કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ડર રહે છે. રહીશોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે સરકાર 250 કરોડની ગ્રાન્ટ આવા રસ્તાઓ બનાવવા માટે આપશે. જો કે, તેનો યોગ્ય ઉપયોગ થશે કે કેમ તેવો સવાલ અમદાવાદીઓને સતાવી રહ્યો છે.

આ પણ વાંચો- દ્વારકાધીશનું મંદિર સોમવારથી ફરી ખુલશે, કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શન કરી શકાશે

આ પણ વાંચો- Navsari: જિલ્લા પોલીસ વડાનો સપાટો, મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">