Banaskantha: ભરબજારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યુ, કેટલાક લોકો માંડ માંડ બચ્યા, જુઓ દ્રશ્યો

ડીસા શહેરમાં બજાર વચ્ચે આખલા બાખડવાની એક ઘટના સામે આવી છે. ભરબજારમાં બે આખલા વચ્ચે યુદ્ધ શરુ થયુ હતુ, જેના કારણે રાહદારીઓને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 7:29 AM

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રખડતા ઢોર મામલે ટકોર કર્યા બાદ મહાનગરપાલિકાઓ રખડતા ઢોર પકડવા કામે લાગી છે. આમ છતાં હજુ પણ નાના નગરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળે છે. બનાસકાંઠા (Banaskantha)ના ડીસામાં બે આખલાઓ (Bull fight)એ ભરબજારમાં આતંક મચાવ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. કેટલાક લોકો તો આ ઘટનામાં માંડ માંડ બચ્યા છે.

બનાસકાંઠાના ડીસા શહેરમાં બજાર વચ્ચે આખલા બાખડવાની એક ઘટના સામે આવી છે. ભરબજારમાં બે આખલા વચ્ચે યુદ્ધ શરુ થયુ હતુ, જેના કારણે રાહદારીઓને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનામાં કેટલાક રાહદારીઓ તો માંડ માંડ બચ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે. આખલાઓના ભરબજારમાં યુદ્ધના કારણે આસપાસના વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી પડે છે. આખલાઓ ઘણી વાર વાહનોને પણ નુકસાન પહોંચાડતા હોય છે તો ત્યાંથી પસાર થતા વાહનચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે.

ડીસા શહેરમાં રખડતાં પશુઓને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. નાયબ કલેકટરના હુકમ છતાં ડીસા નગરપાલિકા રખડતાં પશુઓને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે. અવારનવાર ડીસા શહેરમાં આખલાઓ સહિતના ઢોરનો ત્રાસ રહેતો હોય છે. સ્થાનિકો દ્વારા પણ આ અંગે અનેક વાર પાલિકામાં રજુઆત કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી અને જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બને છે.

આ પણ વાંચો- Tapi: વ્યારા તાલુકાના ઝાંખરી ગામે વનવિભાગના મહિલા કર્મચારી સાથે બબાલ, 3 સામે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો- Sabarkantha: હિંમતનગરની કામધેનુ યુનિવર્સીટી કચ્છ-ભુજ ખસેડવાની હિલચાલથી સ્થાનિકોમાં રોષ, શરુ થયુ આંદોલન

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">