કોસ્ટ ગાર્ડ- ગુજરાત ATS એ મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ પકડી પાડયું

કોસ્ટ ગાર્ડ- ગુજરાત ATS એ મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ પકડી પાડયું

| Edited By: | Updated on: Apr 14, 2025 | 9:24 AM

ગુજરાતના દરિયાકાંઠાને સ્વર્ગ સમજી બેઠેલા ડ્રગ્સ માફિયાઓના એક પછી એક કન્સાઈનમેન્ટ, સુરક્ષા એજન્સીઓની ચોકસાઈને કારણે મધ દરિયામાં જ ઝડપાઈ રહ્યાં છે. 12 અને 13 એપ્રિલની મધ્યરાત્રીએ આવા જ એક ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે, ગુજરાત એટીએસની સાથે મળીને અરબી સમુદ્રમાં હાથ ધરેલા એક ગુપ્ત ઓપરેશનમાં 1800 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. ગત 12 અને 13મી એપ્રિલની મધ્ય રાત્રીએ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોર્ડે અરબી સમુદ્રમાં એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોરબંદરના દરિયાકાંઠેથી 190 કિલોમીટરના અંતરે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં, ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ ભાગી છુટ્યા હતા.

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં, ઈન્ડિયન ગોસ્ટ ગાર્ડના જહાજને જોતા જ, ડ્રગ્સ માફિયાઓ, તેમની બોટમાંથી ડ્રગ્સનો કેટલોક જથ્થો દરિયામાં ફેકીને ભાગી ગયા હતા. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસે દરિયામાં પધરાવેલ જથ્થો શોધીને, તપાસ કરતા તે પ્રતિબંધિત ડ્રગ્સ હોવાનું જણાયું હતું. બન્ને તપાસ એજન્સીએ 1800 કરોડની કિંમતનો 300 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 14, 2025 09:22 AM