Gandhinagar : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, ટેકાના ભાવે પાકની ખરીદી અને કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે.
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમજ ટેકાના ભાવે મગફળી ખરીદી, કૃષિ રાહત પેકેજ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. ગૃહપ્રધાન અમિત શાહના આગામી કાર્યક્રમોની પણ સમીક્ષા થશે.
કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
ઉલ્લેખનીય છે કે આજની કેબિનેટ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એકતા યાત્રા અને સરકારની આગામી ચિંતન શિબિર સંદર્ભે પણ સમીક્ષા કરશે. તેમજ રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. જેના માટે કૃષિ રાહત પેકેજ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
