Dwarka Video : સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું CM ભૂપેન્દ્ર પટેલ કરશે હવાઈ નિરીક્ષણ, કલ્યાણપુરમાં સ્થાનિક તંત્ર સાથે કરશે બેઠક

|

Jul 23, 2024 | 10:54 AM

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આજે ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આજે ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે. આજે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની મુલાકાત લેવાના છે. આજે દ્વારકાના કલ્યાણપુરમાં સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજીને ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદના કારણે થયેલા નુકસાનની ચર્ચા કરી શકે છે. જો કે અનરાધાર વરસાદને કારણે અનેક ગામડાઓ જળમગ્ન બન્યા છે. તેમજ અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.

દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ પડ્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ પડ્યો છે. માણાવદરમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વિસાવદરમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ પલસાણા અને કેશોદમાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ દ્વારકામાં પોણા 8 ઈંચ અને કપરાડામાં 8 ઈંચ વરસાજ વરસ્યો હતો.

આ ઉપરાંત વાપી, માળીયાહાટીના, ચીખલીમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. કામરેજ અને ઉપલેટામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ 31 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જો ટકાવારી અનુસાર વરસાદની વાત કરીએ તો આ સિઝનમાં 44.29 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 66 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 50 ટકા અને ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાં માત્ર 24 ટકા વરસાદ પડ્યો છે.

Next Video