ભારે વરસાદના પગલે CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમની લીધી મુલાકાત, ઉત્તર ગુજરાતના જિલ્લા કલેકટરો સાથે કરી વાતચીત, જુઓ Video

ભારે વરસાદના પગલે CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમની લીધી મુલાકાત, ઉત્તર ગુજરાતના જિલ્લા કલેકટરો સાથે કરી વાતચીત, જુઓ Video

| Edited By: | Updated on: Jul 27, 2025 | 2:31 PM

ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે રાજ્યભરમાં વરસાદની સ્થિતિ અંગે CMએ માહિતી મેળવી છે. CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાત લીધી છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો છે.

ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે રાજ્યભરમાં વરસાદની સ્થિતિ અંગે CMએ માહિતી મેળવી છે. CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાત લીધી છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો છે. સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, મહેસાણાના કલેક્ટર સાથે કરી ટેલીફોનિક વાતચીત કરી સ્થિતિ અંગે માહિતી મેળવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના કલેકટર સાથે ટેલીફોનિક વાતચીત કરી છે. આ ઉપરાંત તમામ જિલ્લાના કલેકટરને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ ડૂબ્યું !

બીજી તરફ અમદાવાદમાં આજે સવારે પણ ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પૂર્વના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. અને લોકો હાલાકીમાં મુકાયા. નારોલમાં નેશનલ હાઈવે-8 પર પાણી ફરી વળ્યા હતા.

આ શાહવાડી ગામ પાણીમાં ગરક થયું હતું. જશોદાનગર, હાટકેશ્વર, ખોખરા વિસ્તારમાં પણ વરસાદી જમાવટને પગલે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા. BRTS રૂટમાં 1 થી 2 ફૂટ પાણી ફરી વળ્યા હતા. વસ્ત્રાલમાં વરસાદી પાણીને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને વાહન ચાલકોના વાહનો ખોટકાયા હતા. સામાન્ય વરસાદમાં મહાનગરમાં જળબંબાકારની સ્થિતિને પગલે AMCની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો