મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનો કર્યો વાયદો – જુઓ વીડિયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનો કર્યો વાયદો – જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 21, 2023 | 9:47 PM

અરવલ્લીમાં આયોજિત જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી. તેમણે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી મળતી થઈ જશે તેવો વાયદો કર્યો છે. આ પ્રસંગે સીએમએ જણાવ્યુ હતુ કે 24 કલાક વીજળી આપીએ છીએ હવે દિવસે પણ વીજળી આપીશુ.

એક વર્ષમાં ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી મળતી થઇ જશે. રાત્રે વીજળીના વિરોધના વંટોળ વચ્ચે ખેડૂતોને આ મોટો વાયદો કર્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. અરવલ્લીમાં જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત CM ભૂપેન્દ્ર પટેલે પોતાના ભાષણની શરૂઆત ખેડૂતોના પ્રશ્નને લઇને કરી.

મંચ પરથી સીએમએ મંત્રીને સવાલ કરતા જણાવ્યુ કે કનુભાઈને પૂછીએ આપણે કે ક્યારે પુરુ કરશે. ત્યારબાદ મુખ્યમંત્રીએ જણાવ્યુ કે આ ડિસેમ્બરમાં આવ્યા છીએ હવે પછીના ડિસેમ્બરમાં આવશુ એ પહેલા વીજળીમળતી થઈ જશે. ત્યારબાદ સીએમએ હળવા અંદાજમાં પૂછ્યુ કે મહેશબાબુ તૈયાર થઈ ગયા ? પેલી બાજુ અધિકારીઓ હલવા માંડ્યા કે હવે આ તો અહીંથી જાહેરાત થઈ ગઈ. ડિસેમ્બર 24 પહેલા પૂર્ણ થઈ જવુ જોઈએ.

આ પણ વાંચો: સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત ડૉ પ્રીતિ અદાણીએ નર્મદાના ગ્રામીણ સ્વયં સેવકો સાથે કરી મુલાકાત, આદિવાસી જિલ્લામાં વિતાવ્યો એક દિવસ- જુઓ તસ્વીરો

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો