Ahmedabad Rath Yatra 2025 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને કરી પહિંદ વિધિ, જુઓ Video

Ahmedabad Rath Yatra 2025 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને કરી પહિંદ વિધિ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 27, 2025 | 7:29 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 148મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ચોથી વાર પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે.

મોટી સંખ્યામાં ભાવિ ભક્તિ ઉમટ્યાં

મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

Published on: Jun 27, 2025 07:25 AM