ગુજરાતમાં પથ્થરમારાઓની ઘટનાની કાર્યવાહીની સમીક્ષા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પોલીસ અને ગૃહ વિભાગને સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત શાંત, સલામત સુરક્ષિત અને વિકસીત રાજ્ય તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે, તેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી કામ લેવામાં આવશે. જ્યારે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યમાં શાંતિ સલામતિ અને સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે

ગુજરાતમાં પથ્થરમારાઓની ઘટનાની કાર્યવાહીની સમીક્ષા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી
Gujarat CM Bhupendra Patel (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 11:32 PM

ગુજરાતમાં(Gujarat)રામનવમીના (Ramnavami)અવસરે હિંમતનગર અને આણંદની ઘટનાને લઈને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની(Cm Bhupendra Patel) અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં રામનવમીના દિવસે થયેલી ઘટનાઓની બેઠકમાં ચર્ચા થઈ હતી. ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર હતી. જેમાં રાજ્યની શાંતિ, સલામતિ અને સામાજીક સમરસતાને ખલેલ પહોચાડવાના પ્રયાસો આ બે સ્થળોએ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે. તેને ગંભીરતાથી લઇ ગૃહ વિભાગે અને પોલીસ તંત્રએ ઘટનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ સામે સખત પગલા ભરવાની કાર્યવાહી કરી દીધી છે, તેમ આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ મુખ્યમંત્રીને માહિતગાર કરતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ ઘટનાઓના અનુસંધાને ખંભાતમાં 9 વ્યક્તિઓ અને હિંમતનગરમાં 22 વ્યક્તિઓ મળી કુલ 31 વ્યક્તિઓ સામે પોલીસે ધરપકડ સહિતની કાયદેસર કાર્યવાહી કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને ગૃહ વિભાગને સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત શાંત, સલામત સુરક્ષિત અને વિકસીત રાજ્ય તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે, તેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી કામ લેવામાં આવશે. જ્યારે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યમાં શાંતિ સલામતિ અને સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેમા રૂકાવટ કરનારા તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટીયા અને વરીષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  સુરતમાં ભાગીદારી પેઢીના વેરીફીકેશન માટે આવેલાં સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેકટર લાંચ લેતાં ઝડપાયા

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો :  Sabarkantha : હિંમતનગર હિંસા કેસના 9 આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢી કોર્ટમાં રજૂ કર્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">