AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા, કહ્યુ આંદોનના નામે દેશના યુવાનોને ભડકાવનારાઓનો અસલી ચહેરો સામે આવી ગયો- Video

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા, કહ્યુ આંદોનના નામે દેશના યુવાનોને ભડકાવનારાઓનો અસલી ચહેરો સામે આવી ગયો- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2026 | 10:12 PM
Share

SIR ના વિરોધ આંદોલન વચ્ચે, CM ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના રેજીમ ચેન્જ નિવેદનને વખોડ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમનો એજન્ડા હંમેશા શાસન પરિવર્તન અને અરાજકતાનો રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે યુવાનોને ગેરમાર્ગે દોરી અરાજકતાની આગમાં ધકેલવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે, જ્યારે લોકો ભાજપની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે.

એસઆઈઆર (SIR) વિરોધ મામલે ચાલી રહેલા આંદોલન વચ્ચે, રાજકીય વર્તુળોમાં પ્રશાંત ભૂષણના દેશમાં સરકાર બદલવાના નિવેદન પર ભારે વિવાદ ઉભો થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) આ નિવેદન અંગે આક્રમક વલણ અપનાવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે પ્રશાંત ભૂષણ સામે શાબ્દિક પ્રહાર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રશાંત ભૂષણનો વાસ્તવિક ચહેરો હવે સામે આવી ગયો છે. તેમણે આક્ષેપ કર્યો કે પ્રશાંત ભૂષણનો એજન્ડા હંમેશા શાસન પરિવર્તન અને અરાજકતા ફેલાવવાનો રહ્યો છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આંદોલનના નામે દેશના યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. યુવાનોને ભડકાવનારાઓનો અસલી ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે.

મુખ્યમંત્રીના મતે, આવા લોકો ન તો દેશના વિકાસમાં રસ ધરાવે છે કે ન તો યુવાઓના ભવિષ્યની તેમને પરવા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે લોકો ભાજપની વિકાસલક્ષી રાજનીતિ પર ભરોસો કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે ફેક આંદોલનકારી ટોળી પર યુવાનોને ભટકાવવા અને તેમને અરાજકતાની આગમાં ફેંકવાનું ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

પ્રશાંત ભૂષણે તેમના નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, “હા, હમ લોગ ચાહતે હૈ રેજીમ ચેન્જ હો. હમ સબ ચાહતે હૈ રેજીમ ચેન્જ હો. ક્યા ઉસમે ગલતી હૈ? યે મેં આજ ખુલે તોર પર કહે રહા હું, યહાં યે રેજીમ ચેન્જ કી લડાઈ હૈ.” આ નિવેદન બાદ જ રાજકીય ગરમાવો વધ્યો છે.

શું બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ આંદોલનની આડમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ થઈ રહ્યો છે? કોણ છે અસલી માસ્ટરમાઈન્ડ- વાંચો

Published on: Oct 16, 2026 10:03 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">