Surendranagar : ધોરણ 8 પાસ આરોપી હોસ્પિટલ ચલાવતો હોવાનો ખુલાસો, નકલી તબીબ પોલીસ સકંજામાં, જુઓ Video
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નકલીની વણઝાર લાગી છે. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીના ધલવાણા ગામે બોગસ તબીબ ઝડપાયો છે. ધોરણ 8 પાસ આરોપી હોસ્પિટલ ચલાવી રહ્યો હોવાનો ખુલાસો કર્યો છે.
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નકલીની વણઝાર લાગી છે. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીના ધલવાણા ગામે બોગસ તબીબ ઝડપાયો છે. ધોરણ 8 પાસ આરોપી હોસ્પિટલ ચલાવી રહ્યો હોવાનો ખુલાસો કર્યો છે. આરોપી પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું છે.
ધલવાણા ગામમાં પોલીસે દરોડા પાડતા બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો છે. આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. મળતી માહિતી અનુસાર નકલી તબીબ પાસે 14 હજારના એલોપેથિક દવાના જથ્થા ઝડપાયો હતો.
એલોપેથિક દવાના જથ્થા સાથે આરોપીની ધરપકડ
ઉલ્લેખનીય છે કે લીંબડીના ધલવાણા ગામે ધોરણ 8 પાસ આરોપી દર્દીઓની સારવાર કરતો હતો. ગામમાં પોલીસે દરોડા પાડતા બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો હતો. મળતી માહિતી અનુસાર આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે 14 હજારના એલોપેથિક દવાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે.
