Ahmedabad: સોલા સિવિલમાં સિનિયર ડૉકટર સહિત વર્ગ-૩ના કર્મચારી પણ હડતાળ પર, કામકાજથી અળગા રહીને નોંધાવ્યો વિરોધ

રાજ્યભરમાં તબીબોની હડતાળના (Doctors strike) કારણે પહેલેથી જ દર્દીઓને ભારે હાલાકી થઇ હતી. માંડ માંડ હડતાળ સમેટાતા દર્દીઓ અને તેમના પરિવારજનોને રાહત થઇ હતી. જો કે હવે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital)સિનિયર ડોક્ટર્સ સહિત વર્ગ- 3ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 4:15 PM

રાજ્યના સરકારી હોસ્પિટલોના (Government hospitals) તબીબોની હડતાળ (Strike) નો સુખદ અંત આવ્યો છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે, હડતાળનો સુખદ અંત આવ્યો છે. જો કે બીજી તરફ અમદાવાદની (Ahmedabad) સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) હવે વર્ગ-3ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર વધારાના મુદ્દે 70થી વધુ સ્ટાફ હડતાળ પર છે. જેમાં સિનિયર ડૉકટરો સહિત વર્ગ-3ના કર્મચારી પણ હડતાળમાં જોડાયા છે. આ તમામ કર્મચારીઓ કામકાજ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્યભરમાં હડતાળ પર ઉતરેલા તમામ તબીબો કામ પર પરત ફર્યા છે.  રાજ્યભરમાં તબીબોની હડતાળના કારણે પહેલેથી જ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માંડ માંડ હડતાળ સમેટાતા દર્દીઓ અને તેમના પરિવારજનોને રાહત થઇ હતી. જો કે હવે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર્સ સહિત વર્ગ- 3ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સોલા સિવિલમાં વર્ગ-3ના કર્મચારીઓએ હડતાળ કરતા હવે સોલા સિવિલના દર્દીઓને ફરીથી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

સોલા સિવિલમાં વર્ગ-3ના કર્મચારીઓમાં લેબ ટેક્નિશિયન, લેબ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, ફાર્માસિસ્ટ ક્લાર્ક, મેડિકલ સોશિયલ વર્કર, આઉટસોર્સિંગ સ્ટાફ હડતાળમાં જોડાયા છે. છેલ્લા ઘણા સમયથી તેમની વેતન સહિતની માગ પુરી ન થતા અંતે 70થી વધુના સ્ટાફે હડતાળ શરુ કરી છે.

આ પણ વાંચોઃ ધોરણ 10ની પરીક્ષાનું હિન્દી દ્વિતીય ભાષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની શક્યતા

આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">