Mahisagar : સંતરામપુર નગરમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ, ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, જુઓ Video
ગુજરાતમાં કેટલીક વાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે મહીસાગરના સંતરામપુરનગરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સંતરામપુર નગરમાં જૂથ અથડામણમાં પથ્થરમારો થયો છે.
ગુજરાતમાં કેટલીક વાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે મહીસાગરના સંતરામપુરનગરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સંતરામપુર નગરમાં જૂથ અથડામણમાં પથ્થરમારો થયો છે. મળતી માહિતી અનુસાર કાદરી મસ્જિદ વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી.
સામાન્ય બોલાચાલી બાદ બન્ને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. 8 થી 10 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અન્ય હોસ્પિટલ લઈ જવાયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાતમાં એક જ કોમના 2 જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક ઘટના સંતરામપુર નગરમાં બની છે. પરંતુ ક્યાં કારણોસર 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
