Gujarati Video : નવસારીના ઇટાલવા રોડ પર યુવકને વીજ કરંટ લાગતા મોત
નવસારીમાં ( Navsari ) ઇટાલવા રોડ પર યુવકને વીજ કરંટ લાગતા મોત થયાની ઘટના સામે આવી છે. ઓન ડ્રાઇવ સર્વિસ સ્ટેશનમાં ગાડીને ધોતા સમયે યુવકને અચાનક જ વીજ કરંટ લાગ્યો હતો.
નવસારીમાં ( Navsari ) ઇટાલવા રોડ પર યુવકને વીજ કરંટ લાગતા મોત થયાની ઘટના સામે આવી છે. ઓન ડ્રાઇવ સર્વિસ સ્ટેશનમાં ગાડીને ધોતા સમયે યુવકને અચાનક જ વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટનો ઝટકો એટલો જોરદાર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. યુવકને વીજ કરંટ લાગ્યાની સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઇ ગઇ છે. CCTVમાં દ્રશ્યો જોઈ શકાય છે. યુવક ગાડી ધોઈ રહ્યો છે. તે સમયે અચાનક વીજ કરંટ લાગતા તેનું મોત થયુ છે.
આ પણ વાંચો : Navsari: ગણદેવીના બિલીમોરામાં એમોનિયા ગેસ લીકેજ થતા 40થી વધુને અસર
મહુવામાં વીજ કરંટ લાગતા થયા હતા 3 બાળકોના મોત
તો બીજી તરફ ભાવનગર જિલ્લાના મહુવામાં વીજ કરંટ લાગતા 3 માસૂમ બાળકોના મોત થઈ ગયા હતા. મહુવા તાલુકાના દાઠા ગામ પાસે આવેલા કાટકડા ગામમાં 3 બાળકો શાળાએથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બાજુની વાડીમાંથી તેમને ઈલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. બાળકોને કરંટ લાગવાની જાણ થતા જ આજુબાજુના વાડીના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ કરંટ ભારે હોવાથી બાળકોના ત્યાં જ મૃત્યુ થઈ ગયા હતા.
ગુજરાત સહિત નવસારી જીલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો