ચાઈનીઝ સાયબર ચાંચીયાઓ સાથે મળીને છેતરપિંડી આચરવાનો કેસ, 13 આરોપીઓની ધરપકડ, જુઓ વીડિયો

|

Jul 13, 2024 | 9:43 AM

એપ્લીકેશન દ્વારા ઓનલાઈન છેતરપિંડી આચરવાનો મામલો અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે. આરોપીઓએ ચાઈનીઝ સાયબર ચાંચિયાઓ સાથે મળીને છેતરપિંડી આચરવાનું આખુ નેટવર્ક બનાવી દીધુ હતુ. આ માટે લોકોના બેંક એકાઉન્ટ ખોલીને તેમને કમિશન પણ આપતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ચાઈનીઝ સાયબર ચાંચિયાઓ સાથે મળીને છેતરપિંડી આચરવાના કેસને ઉકેલ્યો છે. આ મામલે સાયબર ક્રાઈમ ટીમ દ્વારા 13 જેટલા આરોપીઓને ઝડપી લીધા છે. એપ્લીકેશન મારફતે ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવતી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી લવિના સિંહાએ આ અંગે વિગતો આપતા કહ્યુ હતું.

પોલીસે 39 જેટલી ચેકબુક, 30 પાસબુક, 59 ATM કાર્ડ અને 9 સીમકાર્ડ, 01 ફિંગર પ્રિન્ટ સ્કેનર અને 1 મની કાઉન્ટિંગ મશીનને જપ્ત કર્યા છે. આરોપી દિપક રાદડીયા લોકોને લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવતો હતો. ગેમિમંગ માટે એકાઉન્ટનો ઉપયોગ કરવાનું તેમને કહેવામાં આવતું હતુ. બાદમાં તે એકાઉન્ટ ધારકને પ્રત્યેક ટ્રાન્જેક્શન દીઠ 500 થી 200 રુપિયા જેટલું કમિશન આપવામાં આવતુ હતું.

કેતન પટેલ નામનો આરોપી ઓનલાઈ છેતરપિંડીના નાણા એકાઉન્ટમાં જમા કરાવતો હતો. દિલીપ જાગાણી બેંકમાં જમા રકમને ઉપાડતો હતો. જ્યારે દર્શિલ શાહ નામનો આરોપી રોકડને આંગડીયાથી મોકલીને તેને ક્રિપ્ટોમાં ફેરવતો હતો.

 

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video