Navasari : ચીખલીમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, 250 ટન અનાજ પલળ્યું, જુઓ Video

Navasari : ચીખલીમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, 250 ટન અનાજ પલળ્યું, જુઓ Video

| Edited By: | Updated on: Sep 28, 2025 | 1:37 PM

નવસારી અને વલસાડમા મિનિ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ચીખલી તાલુકામાં વાવાઝોડાની ગંભીર અસર જોવા મળી છે. ચીખલીના નાગરિક પુરવઠા નિગમનું 250 ટન અનાજ પલળ્યું છે.

નવસારી અને વલસાડમા મિનિ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ચીખલી તાલુકામાં વાવાઝોડાની ગંભીર અસર જોવા મળી છે. ચીખલીમાં આવેલા નાગરિક પુરવઠા નિગમનું 250 ટન અનાજ પલળ્યું છે. ગોડાઉનના પતરા ઉડી જતા અનાજ બરબાદ થયું છે. સરકારી અનાજ ભીનું થઈ જતા કરોડોનું નુકસાન થયું છે. દિવાળી સમયે આપવા માટે રાખેલું અનાજ ભીનું થઈ ગયું હોવાથી મોટું નુકસાન થયું છે. ગરીબોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

250 ટન અનાજ પલળ્યું

ઉલ્લેખનીય છે કે નવસારીમાં પણ ગત રાતથી જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. ચીખલી, વાંસદા અને ખેરગામમાં વરસાદ સાથે મિની વાવાઝોડ઼ું ફૂંકાયું હતુ. ચીખલીના તલાવચોરા અને વાંસદા શીણગઈમાં પણ ભારે નુકસાન થયું છે. ભારે પવનથી 50થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે. જેના પગલે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.વાવાઝોડા બાદ વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે. ગણદેવીના MLA નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Sep 28, 2025 01:36 PM