છોટા ઉદેપુરમાં સ્ટેટ હાઈવે પર બે બ્રિજ જોખમી જણાતા ભારે વાહનો પર મુકાયો પ્રતિબંધ, લાંબા અંતરના ડાયવર્ઝનથી ભારે હાલાકી- Video

| Edited By: | Updated on: May 15, 2026 | 6:02 PM

છોટા ઉદેપુરમાં સ્ટેટ હાઈવે પર બે બ્રિજ જોખમી જણાતા 10 ટનથી વધુ વજનના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. ભારે વાહનોને ડાયવર્ઝન અપાતા વાહનચાલકોને 2 કિલોમીટરનો ધક્કો ખાવો પડી રહ્યો છે. ત્યારે સત્વરે જોખમી બ્રિજનું સમારકામ કરવાની માગ ઉઠી છે.

છોટાઉદેપુર જિલ્લામાં બ્રિજની તપાસ દરમિયાન સ્ટેટ હાઈવે પર 45 કિમીની અંદર બે બ્રિજ જોખમી સ્થિતિમાં જણાઈ આવ્યા છે. જેમાં સુકેત અને વસવા બ્રિજ ભયજનક જાહેર કરાયા છે અને આ બ્રિજ પરથી 10 ટનથી વધુ વજનના વાહનોને ડાયવર્ઝન અપાયું છે. એટલે કે ભારવાહક વાહનો બ્રિજ પરથી પસાર થઈ શકતા નથી. પરંતુ ડાવર્ઝનના કારણે વાહનચાલકોએ 20 કિમીનો ધક્કો ખાવાનો વારો આવે છે.

શરૂઆતમાં નજીકમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ આ વિસ્તાર ટાઇગર મૂવમેન્ટ ઝોનમાં આવતા વન વિભાગે વાંધો ઉઠાવ્યો. ત્યારબાદ વાહનચાલકો માટે લાંબું ડાયવર્ઝન નક્કી કરાયું. જેના કારણે વાહનચાલકોએ લાંબુ અંતર કાપવુ પડે છે. વાહનચાલકોની માગણી છે કે ઝડપથી બ્રિજનું સમારકામ કરવામાં આવે જેથી ટ્રકચાલકોએ ફરવા જવુ ન પડે અને ઈંધણની બચત થાય.

લાંબા અંતરના ડાયવર્ઝનને કારણે ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકોને વધારાનો સમય તો બગડે છે સાથે વધુ ખર્ચ પણ સહન કરવો પડે છે. પરિણામે કેટલાક ભારે વાહનચાલકો જોખમ ખેડીને પણ ક્ષતિગ્રસ્ત બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. તો બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો દાવો છે કે બ્રિજના ધોવાણના કારણે સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો પસાર નહીં થાય.

Trump-Jinping Meeting: અબજો ડોલરની ડીલ માટે બે કટ્ટર હરીફો એક મંચ પર… વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા પર દુનિયાની નજર

Follow Us