Chhota Udepur : પાવીજેતપુરના સુખી ડેમમાં પાણીની પુષ્કળ આવક, ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 22, 2023 | 9:48 AM

સુખી ડેમમાંથી ભારજ નદીમાં 500 ક્યુસેક પાણી છોડાયું છે. ભારજ નદીમાં પાણી છોડાતા 18 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.લોકોને સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યુ છે. હાલ સુખી ડેમમાં 1000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

Chhota Udepur : ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સારો એવો વરસાદ (Rain) વરસ્યો છે. જેના કારણે ગુજરાતના નદી નાળાઓમાં પાણીની સારી આવક થઇ રહી છે. છોટાઉદેપુરના પાવીજેતપુરના સુખી ડેમમાં પાણીની આવક થઇ છે. જેના પગલે સુખી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.

આ પણ વાંચો- અમદાવાદના મિનીએચર આર્ટિસ્ટે ચોખાના દાણા પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી, મેયર અને MPને શુભેચ્છા પત્ર લખીને આપ્યો

છોટાઉદેપુરના પાવીજેતપુરના સુખી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઇ રહી છે. પાણીની આવક વધતા સુખી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે, સુખી ડેમમાંથી ભારજ નદીમાં 500 ક્યુસેક પાણી છોડાયું છે. ભારજ નદીમાં પાણી છોડાતા 18 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.લોકોને સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યુ છે. હાલ સુખી ડેમમાં 1000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો