Ahmedabad : નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા 140 દીકરીઓને વિનામૂલ્યે આપાઈ સર્વાઇકલ કેન્સરની રસી, જુઓ Video
સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા અમદાવાદમાં સર્વાઇકલ કેન્સરના રસીકરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ભારત સહિતના અનેક દેશોમાં સર્વાઈકલ કેન્સરના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા અમદાવાદમાં સર્વાઇકલ કેન્સરના રસીકરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અમદાવાદના પૂર્વ વિસ્તારના મધ્યમ વર્ગના દાતાઓ દ્વારા અને ભકિત હોસ્પિટલ સૂરેલિયા સર્કલ ના સાથ સહકારથી 9 થી 26 વર્ષની 140 જેટલી દીકરીને એક સાથે રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ પટેલ,અમદાવાદ પૂર્વના મંત્રી બાબુભાઈ પટેલ સહિતના સમાજના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ સાથે જ રસી આપવામાં આવેલી દીકરીઓને ભેટમાં વોટર જગ આપવામાં આવ્યા હતા.