15 થી 18 વર્ષના તરૂણોના વેક્સિનેશનની ગાઈડલાઈન: જાણો કેન્દ્ર સરકારે જાહેર કરેલી મહત્વની બાબતો
કેન્દ્ર સરકારે 15-18 વર્ષની વય જૂથના કિશોરોના રસીકરણ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. ચાલો જાણીએ તરુણોના વેક્સિનેશન માટે જરૂરી નિયમો.
Vaccination: કેન્દ્ર સરકારે 15-18 વર્ષની વય જૂથના કિશોરોના રસીકરણ માટે માર્ગદર્શિકા (Guidelines) બહાર પાડી છે. તેમા જણાવ્યા મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો Co-WIN પર નોંધણી કરાવી શકે છે. આ બધા લોકો જેમનો જન્મ 2007 અથવા તે પહેલાં થયો છે તે તમામ લોકો નોંધણી કરાવી શકે છે. દેશમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષ સુધીનાં બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
જેના માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. કોવિન પ્લેટફોર્મ ચીફ ડો. આર એસ શર્માએ જણાવ્યું હતું કે એના માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ડો. આર. એસ. શર્માએ જણાવ્યું હતું કે ધોરણ 10ના ID કાર્ડને પણ રજિસ્ટ્રેશન માટે આઈડેન્ટિટી પ્રૂફ માનવામાં આવશે. આવી વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે કેટલાક સ્ટુડન્ટ્સની પાસે આધાર કાર્ડ કે બીજું કોઈ ઓળખપત્ર નહિ હોય.
તો કોરોના સામે વેક્સિનેશનની ત્રીજા પ્રિકોશનરી ડોઝ માટે એવા જ લોકો અરજી કરી શકશે કે જેમણે કોરોનાનો બીજો ડોઝ લીધાને 9 મહિનાનો સમય પસાર થઈ ચુક્યો છે. નેશનલ હેલ્થ ઓથોરિટીના CEO અને કોવિન ચીફ ડો.આર એસ શર્માએ સોમવારે કહ્યું કે આગામી વર્ષ 10 જાન્યુઆરીથી હેલ્થકેર વર્કર્સ અને 60 વર્ષથી ઉપરના એવા લોકોને ત્રીજો ડોઝ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે અગાઉથી જ બીમારીનો સામનો કરી રહ્યા છે.
જોકે ડો.શર્માએ તેને બૂસ્ટર ડોઝ કહેવા સામે વાંધો દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે ત્રીજા ડોઝને બૂસ્ટર ડોઝને બદલે પ્રિકોશનરી ડોઝ કહેવો વધારે યોગ્ય હશે. ડો.શર્માએ સોમવારે જણાવ્યું હતું કે વેક્સિનનો ત્રીજો ડોઝ એમને જ મળશે કે જેમણે બીજો ડોઝ લીધાના 9 મહિનાથી વધારે સમય પસાર થઈ ચુક્યો છે.
આ અગાઉ 25 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલ્થ વર્કર્સ અને ગંભીર બીમારી ધરાવતા વૃદ્ધોને પ્રિકોશનરી ડોઝ આપવાની જાહેરાત કરી હતી. ડો.શર્માએ જણાવ્યું કે કોમોર્બિટીઝ સર્ટીફિકેટની ડિટેલ સરકારે અગાઉ જ વેક્સિનેશન કેમ્પેઈન સમયે ઈશ્યુ કરી ચુક્યા છે.
આ વિગતો વૃદ્ધો સાથે જ ગંભીર બીમારીથી પીડિત 45થી 60+ઉંમરના લોકોના વેક્સિનેશન શરૂ કરવા સમયે ઈશ્યુ કરવામાં આવી હતી. જ્યારે ફોર્મુલા આ સમયે પણ કોમોર્બિટીઝ સર્ટીફિકેટ પર લાગૂ માનવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારની કોમોર્બિટીઝ લિસ્ટમાં 22 બિમારીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Aravalli: હવામાન વિભાગની આગાહીને કારણે આટલા દિવસ મેઘરજ માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી બંધ