રાજકોટમાં નવી બનેલી AIIMSની ધરાશાયી ! ભેજના કારણે ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી, જુઓ Video

|

Oct 01, 2024 | 10:26 AM

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જેના પગલે કેટલાક જર્જરિત મકાનો કે બિલ્ડીંગ પડવાની ઘટના બનતી હોય છે. પરંતુ રાજકોટમાં નવી જ બનેલી એઈમ્સમાં છતનો એક ભાગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે.

Rajkot News : રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જેના પગલે કેટલાક જર્જરિત મકાનો કે બિલ્ડીંગ પડવાની ઘટના બનતી હોય છે. પરંતુ રાજકોટમાં નવી જ બનેલી એઈમ્સમાં છતનો એક ભાગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે.

ધરાશાયી થયેલા છતનું રીપેરિંગ થયાનો દાવો !

હોસ્પિટલમાં કેન્ટીનના ભાગે POPની છતનો એક ભાગ ધરાશાયી થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર ભેજને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. હોસ્પિટલમાં કેન્ટિનના ભાગે POPની છતનો પડી ગયેલા ભાગને રીપેર કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે સદનસીબે કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત કે જાનહાનિ થઈ નથી.

રાજકોટની એઇમ્સ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં

બીજી તરફ રાજકોટની એઇમ્સ હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલના વહિવટી અધિકારી સામે મહિલા તબીબનો આરોપ લગાવ્યો છે. વહિવટી અધિકારી મહિલા અને પુરુષોમાં ભેદભાવ કરતો હોવાનો આક્ષેપ કર્યો છે. ખોટી કનડગત અને ગુંડાગીરી કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

વહિવટી અધિકારી જયદેવસિંહ વાળા સામે આક્ષેપ કર્યા છે. મહિલા તબીબે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે. તેમજ જિલ્લા કલેક્ટરે પોલીસને ફરિયાદ સુપ્રત કરી છે. ડિપાર્ટમેન્ટલ મામલો હોવાથી એઇમ્સની ઇન્ટર્નલ કમિટી તપાસ કરશે. તપાસ રિપોર્ટના આધારે કાર્યવાહી થશે.

Next Video