અમદાવાદની ખાનગી કંપનીને પુરાતત્વ વિભાગે એનઓસી આપવાના મુદ્દે સીબીઆઇ એકશનમાં, નવ સ્થળે દરોડા પાડયા

સીબીઆઇએ સામુહિક દરોડા દરમિયાન 26.75 લાખની રોકડ રકમ ચાંદીની ઈંટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. CBI એ તપાસ કરી રહી છે કે ખાનગી કંપનીને કેવી રીતે NOC આપી

અમદાવાદની ખાનગી કંપનીને નિયમને નેવે મૂકી બાંધકામ માટે NOC આપવાના મામલે CBI એક્શનમાં આવી છે. આ મામલે પુરાતત્વ ખાતાના અધિકારીઓ અને ખાનગી કંપનીના સંચાલકો સહિત 9 સ્થળો પર CBIના દરોડા પાડયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, મધ્યપ્રદેશ, નવી દિલ્હી અને કર્ણાટકમાં રેડ પાડવામાં આવી છે.

આ સામુહિક દરોડા દરમિયાન 26.75 લાખની રોકડ રકમ ચાંદીની ઈંટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. CBI એ તપાસ કરી રહી છે કે ખાનગી કંપનીને કેવી રીતે NOC આપી. જ્યારે  બીજી તરફ CBIએ પુરાતત્વ ખાતાના 4 અધિકારીઓ સહિત 6 સામે FIR દાખલ કરી તપાસ આરંભી છે.

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં 9 દિવસમાં ડેન્ગ્યુના 170 અને ચિકનગુનિયાના 69 કેસ નોંધાયા

આ પણ વાંચો: જાણો અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા કેવો છે વધારો ઘટાડો 

Click on your DTH Provider to Add TV9 Gujarati