Dahod Rain : ભારે વરસાદના પગલે મુનખોસલાથી હોળી પીપળાને જોડતો કોઝવે તૂટ્યો, સામા કાંઠાના ગામ સંપર્ક વિહોણા, જુઓ Video
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ત્યારે દાહોદમાં પણ ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે મુનખોસલાથી હોળી પીપળાને જોડતો કોઝવે તૂટ્યો હોવાનું સામે આવ્યું છે.
જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ
હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનું સ્થાનિકોએ આરોપ કર્યો છે. કોઝ વે તૂટતા સામાકાંઠાના ગામડાઓનો સંપર્ક તૂટ્યો છે. વરસાદમાં જ બે દિવસમાં નવા બનેલા 3 કોઝવે તૂટ્યા છે. કોઝ વે તૂટતા શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. કોઝવેનું ભાજપના નેતાની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતુ
Latest Videos