Mahisagar : લુણાવાડા વરધરી રોડ પર બસ અને ટેમ્પા વચ્ચે સર્જાયો અકસ્માત, 15થી વધારે લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

Mahisagar : લુણાવાડા વરધરી રોડ પર બસ અને ટેમ્પા વચ્ચે સર્જાયો અકસ્માત, 15થી વધારે લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 24, 2025 | 2:58 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે મહીસાગરમાં પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને અકસ્માત નડ્યો છે. લુણાવાડા વરધરી રોડ પર બ્રાઈટ ડે સ્કૂલ પાસે બસનો અકસ્માત સર્જાયો છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે મહીસાગરમાં પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને અકસ્માત નડ્યો છે. લુણાવાડા વરધરી રોડ પર બ્રાઈટ ડે સ્કૂલ પાસે બસનો અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે આઈસર ટેમ્પા પાછળ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. બસ ડ્રાઈવર સહિત બસમાં સવાર 12 થી 15 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

15થી વધારે લોકો ઈજાગ્રસ્ત

ઉલ્લેખનીય છે કે મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને આજે અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર આઇસર ટેમ્પા પાછળ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતો. પરંતુ સદનસીદે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો