Surat: દિલ્હીના જહાંગીરપુરાની જેમ સુરતમાં પણ અસામાજિક તત્વોના દબાણો પર ફેરવાયુ બુલડોઝર, જુઓ વીડિયો

રાંદેર વિસ્તારની અંદર જે સ્થળે ગેરકાયદે પ્રવૃત્તિ કરવા માટે જગ્યાઓ પર દબાણ કરાયા હતા. ત્યા આજે સુરત પોલીસ (Surat Police) દ્વારા મહાનગર પાલિકાના કર્મચારીઓ અને GEB અધિકારીઓ સાથે મળીને બુલડોઝર (Bulldozer) ચલાવવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 6:49 PM

દિલ્હીના જહાંગીરપુરીમાં (Jahangirpuri) હનુમાન જયંતિ શોભા યાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસે જે રીતે અસામાજીક તત્વોના દબાણો પર બુલડોઝર ફેરવ્યુ હતુ. તેવી જ રીતે સુરતમાં (Surat) પણ અસામાજિક તત્વો દ્વારા કરાયેલા દબાણો પર બુલડોઝર (Bulldozer) ફેરવવામાં આવ્યુ છે. સુરત પોલીસ (police) કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે અસામાજીક તત્વો અને ખાસ કરીને જે માથાભારેની છાપ ધરાવતા લોકો જે વિસ્તારમાં દબાણ કરીને બેઠા છે તેના ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવે.

દિલ્હીના જહાંગીરપુરા અને યુપીની જેમ સુરતમાં પણ દબાણો પર બુલડોઝર ફેરવવાનું શરુ કરાયુ છે. ખાસ કરીને અસમાજીક તત્વો અને માથાભારેની છાપ ધરાવતા વિસ્તારોમાં આ કાર્યવાહી પ્રાથમિક ધોરણે શરુ કરવામાં આવી છે. રાંદેર વિસ્તારમાં શીતલ ટોકીઝ નજીક આરીફ કોઠારી નામનો વ્યક્તિ માથાભારે તરીકે છાપ ધરાવે છે અને લોકોને ધમકી આપી અને ખંડણી ઉઘરાવવાની કામગીરી કરતો હતો તેને અલગ-અલગ વિસ્તારોની અંદર જે ગેરકાયદેસર દબાણ અને જે ક્લબ બનાવીને ચલાવતો હતો. તેના ઉપર આજે સુરત પોલીસ દ્વારા બુલડોઝર ચલાવીને દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરત શહેરની અંદર આરીફ કોઠારી અને સજજુ બંને ભાઈઓ અલગ-અલગ વિસ્તારોની અંદર લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હતા. સજ્જુ કોઠારી અને આરીફ કોઠારી બંને ભાઈઓ સાથે મળી આવી પ્રવુતિઓ સાથે સંકળાયેલા હતા.થોડા દિવસ અગાઉ આ રીત આરીફ કોઠારીને રાંદેર પોલીસ જ્યારે પકડવા ગઈ ત્યારે પોલીસ ઉપર હુમલો કરી અને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા આ બાબતે સૂચના આપવામાં આવી કે અસામાજિક તત્વો દ્વારા જે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેને ડામવા માટે ખાસ કરીને ડીસીપી કક્ષાના અધિકારીઓને સૂચના આપવામાં આવી. આ સાથે જ આજે રાંદેર વિસ્તારની અંદર જે સ્થળે ગેરકાયદે પ્રવૃત્તિ કરવા માટે જગ્યાઓ પર દબાણ કરાયા હતા. ત્યા આજે સુરત પોલીસ દ્વારા મહાનગર પાલિકાના કર્મચારીઓ અને GEB અધિકારીઓ સાથે મળીને બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- Kutch: મહિલા પોલીસ કર્મીની શ્રદ્ધા, શક્તિ અને સાહસનાં સમન્વયે વૃદ્ધાને પહોચાડી રામકથામાં, વિડિયો જોઈને તમે પણ કહી ઉઠશો ‘યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા’

આ પણ વાંચો-Rajkot: ગાંઠિયાને નરમ અને ફૂલેલા બનાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક એક એવી વસ્તુ નખાય છે જે વિશે સાંભળતાં જ મોઢું કડવું થઈ જશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">