AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ગાંઠિયાને નરમ અને ફૂલેલા બનાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક એક એવી વસ્તુ નખાય છે જે વિશે સાંભળતાં જ મોઢું કડવું થઈ જશે

ગાંઠિયાના શોખિનો માટે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યાં હોવાનો ખુલાસો આરોગ્ય વિભાગે કર્યો છે. ગાંઠિયામાં નખાતી એવી વસ્તુ પકડાઈ છે જે તમે ખાવાનું વિચારી પણ ન શકો

Rajkot: ગાંઠિયાને નરમ અને ફૂલેલા બનાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક એક એવી વસ્તુ નખાય છે જે વિશે સાંભળતાં જ મોઢું કડવું થઈ જશે
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 7:18 AM
Share

સૌરાષ્ટ્રમાં ગાંઠિયા (Ganthiya) નો અલગ જ લોકચાહના છે. પરંતુ ગાંઠિયાના શોખીનોને કદાચ એ ખબર નહીં હોય કે તેઓ જે ગાંઠીયા ખાઈ રહ્યા છે એને સ્વાદિષ્ટ, નરમ અને ફૂલેલા બનાવવા શું નખાય છે. આ ગાંઠીયાઓમાં ખાવાનો સોડા નખાતો હોવાની વાતો વર્ષોથી થાય છે પણ હાલમાં રાજકોટ (Rajkot) માંથી ગાંઠિયામાં નાખવાના સોડાના નામ એક એવી વસ્તુ વેચાતી ઝડપાઈ છે કે જે સ્વાસ્થ્ય (health) માટે ખૂબ જ હાનિકારક છે. આ વસ્તુ વિશે સાંભળ્યા બાદ ગાંઠિયા વિશેના તમારા દૃષ્ટિકોણમાં ફેરફાર થઈ જશે.

મઝાથી નરમ-મુલાયમ ગાંઠીયા ખાતા લોકોને જોકે એ કલ્પના નહીં હોય કે એને આવા સ્વાદિષ્ટ, ફૂલેલા બનાવવા માટે શું શું વપરાય છો. સામાન્ય રીતે ગાંઠીયા બનાવવામાં રસોઈ બનાવવામાં વપરાતો બેકિંગ સોડા વપરાય છે. જેના અનેક ફાયદાઓ છે. આ સોડા માણસના શરીર પર કોઈ વિપરિત અસર કરતો નથી અને મોટા પ્રમાણમાં ખાવાની વસ્તુઓમાં તે વાપરવામાં આવે છે. ગાંઠિયા અને ભજિયાં તો આ સોડા વિના મુલાયમ અને પોચાં બની જ ન શકે પણ કેટલાક લાલચુઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં અચકાતા નથી. અને એવી પ્રોડક્ટ બજારમાં મૂકે છે જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે.

સૌરાષ્ટ્રમાં લોકો ગાંઠિયાની દુકાનો પર ટોળે વળીને નાસ્તા કરતા ઠેર ઠેર દેખાતા હોય છે. આવામાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યાં છે. ટાઇલ્સ ક્લીનર અને કાંચ ધોવામાં વપરાતા સોડા એસને ગાંઠિયા બનાવવા માટે વેંચવાનું કારસ્તાન સામે આવ્યું છે. ઓમ બ્રાન્ડ હેઠળ સોડા એસ નામના કેમિકલને ગાંઠિયા બનાવવા માટે વેચવામાં આવતું હતું. મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવાની વિગતો સામે આવી હતી. મહત્વનું છે કે અભિનવ મસાલા નામના ગૃહ ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વેચવામાં આવતું હતું. તેમજ પેટ અને કિડની તેમજ લીવરને ગંભીર નુકસાન પહોંચાડતું કેમિકલ પકડાયુ છે. જોકે નિયમિત ગાંઠીયા વેચનાર દુકાનદારો માને છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને આવો સોડા વાપરવાની કોઈ જરૂર નથી.

લોકોના સ્વાસ્થ્ય સાથે સોડાને સીધો સંબંધ છે. ખાવાનો સોડા અને ધોવાનો સોડા એ બંનેના રાસાયણિક સંયોજનો અલગ હોય છે, પરંતુ ચોંકાવનારી વાત એ પણ હતી કે આ કેમિકલ બનાવનારાઓ માત્ર 9મું અને 12મું ધોરણ પાસ છે. તેમની પાસે ન તો કોઈ પ્રકારની માન્યતા કે ન તો કોઈ લાયસન્સ છે. બંને સોડામાં એકના ફાયદા અને એકનું નુકસાન છે. છતાં અભિનવ મસાલા નામના ગૃહ ઉદ્યોગમાં તેની કોઈ જ જાણકારી વગર બનાવીને વેચવામાં આવતો હતો. જોકે તેમની સામે કાયદાકીય અને જેલ સુધીની કાર્યવાહી થઈ શકે છે.

આરોગ્ય વિભાગના ચેકિંગમાં ડાયાબિટીસ દૂર કરવાના નામે પાવડર, ઈમ્યુનિટી બૂસ્ટરની પડીકી અને રસોઈમાં વપરાતા સોડાને બદલે ટાઈલ્સ ક્લિન કરવાના કેમિકલ્સ વેચવાનું કારસ્તાન પણ ચાલતું હતું. જોકે આરોગ્ય વિભાગે તમામ નમૂના લઈને મોટા પ્રમાણમાં જથ્થો સીલ કર્યો છે. આ તો એક કિસ્સો છે જે સામે આવ્યો છે પરંતુ આવા બાકીના લોકો સામે પણ કાર્યવાહી થવી જરૂરી છે.

ખાવાનો સોડા અને ધોવાના સોડા વચ્ચે શું છે તફાવત?

                                     ખાવાનો સોડા V/s. ધોવાનો સોડા

ખાવાનો સોડા કાર્બોનિક એસિડનું મીઠું છે  —- વોશિંગ સોડા બાયકાર્બોનેટનું મીઠું છે

ખાવાના સોડાની આલ્કલાઈન ઓછી  છે    —-  ધોવાણના સોડાની ઊંચી આલ્કલાઇન

ખાવાના સોડાનું પીએચ મૂલ્ય 8 જેટલું  છે   —-  વોશિંગ સોડામાં પીએચનું મૂલ્ય 11 જેટલું

લોટને કુણવવા માટે આ સોડાનો ઉપયોગ  —- કાચ, ફ્લોરના ડાઘ દૂર કરવા માટે વપરાશ

બેકિંગ સોડા આરોગ્ય માટે ફાયદાકારક છે —-  ધોવાનો સોડા મોટી માત્રામાં હાનિકારક બની શકે

આ પણ વાંચોઃ Ahmedabad: સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું : બોરિસ જોન્સન

આ પણ વાંચોઃ ગુજરાતના વડગામમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓ વધી, આસામ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">