ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરતા પહેલા સાવધાન ! જાણો વાપીના બિલ્ડર સાયબર ફ્રોડનો શિકાર કેવી રીતે બન્યા

ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરતા પહેલા સાવધાન ! જાણો વાપીના બિલ્ડર સાયબર ફ્રોડનો શિકાર કેવી રીતે બન્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 10:17 AM

Valsad : અનેક ભેજાબાજો સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બનાવી લોકોને વધુ રૂપિયા અથવા અન્ય કોઈ વસ્તુઓની લાલચ આપી પોતાનો શિકાર બનાવે છે. ગુજરાતમાં પણ અનેક લોકો ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છે. તાજેતરમાં જ વાપીમાં સાયબર ફ્રોડની એક ઘટના સામે આવી છે.

આજના ડિજિટલયુગમાં એક ક્લિક પર હજારો કિ.મી દૂર બેઠા બેઠા તમામ કામ સરળતાથી થઈ જાય છે, પરંતુ એની સાથે જ ઓનલાઈન ફ્રોડ થવાની ઘટનાઓ પણ સતત વધવા લાગી છે. અનેક ભેજાબાજો સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બનાવી લોકોને વધુ રૂપિયા અથવા અન્ય કોઈ વસ્તુઓની લાલચ આપી પોતાનો શિકાર બનાવે છે, સાથે જ કેટલીક ફેક સરકારી વેબસાઈટ દ્વારા પર સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. ગુજરાતમાં પણ અનેક લોકો ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છે. તાજેતરમાં જ વાપીમાં સાયબર ફ્રોડની એક ઘટના સામે આવી છે. જેમાં એક બિલ્ડર સાથે લાખો રુપિયાની છેતરપિંડી થઇ છે.

ઓનલાઇન અજાણી વેબસાઇટ પર વિશ્વાસ મુકતા પહેલા ચેતજો. ઓનલાઈન અજાણી વેબસાઇટ પર આંધળો વિશ્વાસ ખોટનો સોદો સાબિત થઈ શકે છે. આજના આધુનિક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઇન વ્યવસાય માટેની અનેક વેબસાઈટોની ભરમાર જોવા મળે છે. ત્યારે વાપીના એક બિલ્ડર આવી જ એક ફેક વેબસાઇટના કારણે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. વાપીના બિલ્ડરે અદાણી ગેસ કંપનીની એજન્સી લેવા ઓનલાઇન સર્ચ કર્યું અને તેમને આ ફેક વેબસાઇટની ચૂંગાલમાં ફસાયા. આ ફેક વેબસાઇટ પર વિશ્વાસ મૂકી બિલ્ડરે ગેસ એજન્સી લેવા વિવિધ પ્રોસેસિંગ ફીના નામે માતબર 94 લાખ રૂપિયા ભર્યા. આખરે બિલ્ડરે કામની પ્રગતિ અંગે તપાસ કરતા છેતરપિંડી હોવાનું માલૂમ પડ્યું. અંતે ભોગ બનનાર બિલ્ડરે સમગ્ર મામલે વલસાડ પોલીસનો સંપર્ક કર્યો છે.

 

g clip-path="url(#clip0_868_265)">