Breaking News : સુરતમાં ટ્રેનમાં 30 કરોડના ડ્રગ્સની હેરાફેરી કરનારી મહિલા ઝડપાઈ,જુઓ વીડિયો

| Edited By: | Updated on: May 01, 2026 | 11:50 AM

સુરતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રેનમાં 30 કરોડના ડ્રગ્સની હેરફેરી કરી મહિલા ઝડપાય છે. DRI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મહિલાને ઝડપી કોર્ટમાં રજુ કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એકવાર નશાકારક પદાર્થના કારોબારનો પર્દાફાશ થયો છે. સુરત શહેરમાં નશીલ પદાર્થની હેરફેરી મામલે મોટો ખુલાસો થયો છે. સુરતમાં DRIની ડ્રગ્સ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.DRIને ડ્રેગ્સની હેરફેરીની માહિતી મળી હતી. ટ્રેનમાં ડ્રેગ્સની હેરાફેરીનો DRIએ પર્દાફાશ કર્યો છે.સુરત રેલવે સ્ટેશનથી 30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.નાસિકની મહિલા ટ્રેનમાં ડ્રગ્સ લઇ જતી હતી. હઝરત નિઝામુદ્દીનથી દાદર જતી ટ્રેનમાં ડ્રગ્સની હેરા ફેરી કરાઈ હતી. નાસિકની રહેવાસી મેલિયોરા ચિગોઝી હેનરી ઉઝોરને કોર્ટમાં રજુ કરવામાં આવી છે.

કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા

કોર્ટે મહિલા આરોપીનાં બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કેટલા સમયથી આ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું છે. તેમજ કોને આપવાનું હતુ. તેને લઈ પણ તપાસ કરવામાં આવશે. તેમજ આ કરોડોના ડ્રગ્સની હેરાફેરીમાં કેટલા લોકો સંડોવાયેલા છે. તેના વિશે પણ તપાસ કરવામાં આવશે. ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. મહિલા પાસેથી અનેક ખુલાસા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ ડ્રગ્સ કેસમાં મહીસાગર જિલ્લા કોર્ટે આરોપીને સજા ફટકારી છે.આરોપી જૈનુલ આબેદિનને 14 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જિલ્લા કોર્ટે આરોપીને 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે.2022માં 50 લાખનું ડ્રગ્સ કોઠંબા પોલીસે આરોપી પાસેથી જપ્ત કર્યું હતુ.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Published on: May 01, 2026 11:50 AM
Follow Us