Breaking News : ઉમરગામમાં 45 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
વલસાડમાં 45 ઈંચ વરસાદ અવરિત વરસતાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ હુમારણ ગામ ને જોડતો બ્રિજ પાણીના વહેણથી તુટ્યો. પાણીના જોરદાર પ્રવાહના કારણે પુલ પાણીમા વહી ગયો છે.
વલસાડનો ઉમરગામ તાલુકો દેશમાં સૌથી વધુ વરસાદ ધરાવતો ત્રીજા નંબરનો તાલુકો છે. 45 ઈંચ વરસાદ અવરિત વરસતાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ઉમરગામ તાલુકાનું જનજીવન પ્રભાવિત થયું છે. તાલુકાના 52 ગામમાથી 8 ગામ એવા છે કે જે અતિપ્રભાવિત થયા છે.હુમરણ ગામે આવેલો વારોલી નદી પરનો બ્રિજ પાણીના વહેણથી તૂટી પડ્યો હતો.
રોડ-રસ્તા પર પડેલાં મસમોટા ખાડાઓ વાહનચાલકો માટે જીવલેણ બન્યો હતો.અનેક રસ્તા બંધ અને બિસ્માર થતા વાહન ચાલકોને હાલાકી વધી છે. તંત્રએ બેરિકેડ મારીને બ્રિજ પર અવર-જવર અંગે પ્રતિબંધ લગાવ્યો છે.
બ્રિજ પાણીમાં તણાયો
ભારે વરસાદથી ઉમરગામમાં ભારે તારાજી સર્જાય છે. ઉમરગામના સંજાણ ગામે પુલ ધરાશાયી થયો છે. પાણીનો પ્રવાહ એટલો હતો કે સ્લેબ 100 ફૂટ દૂર સુધી તણાયો
પૂરના પાણી ઓસર્યા બાદ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. લેપ્રસી કોલોનીના 100 થી વધુ લોકો ઘર વિહોણા થયા છે. સતત 3 દિવસ સુધી લોકોના ઘર ડૂબ્યા બાદ કાલે રાત્રે પાણી ઓસર્યા હતા. લેપ્રસી કોલોનીમાં આવેલા ઘરોમાં ભારે નુકસાન થયું છે.