Breaking News : રાજ્યમાં 4 ઓગસ્ટ સુધી 10 થી 15 ઈંચ વરસાદની શક્યતા,જ્યોતિષ શાસ્ત્રીની મોટી આગાહી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 31, 2026 | 12:42 PM

જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકેના જણાવ્યા મુજબ 26 જુલાઈએ જળ રાશિ મીનમાં શનિ વક્રી થયો હતો. અને એટલે જઅલનીનો અસર વચ્ચે પણ મજબૂત સિસ્ટમ બની. રાજ્યમાં 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

ગ્રહોની સ્થિતિના આધારે જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકેની આગાહી કરી છે.રાજ્યમાં 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અલનીનોની અસર છતાં બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બની છે. આ સિસ્ટમ ખૂબ જ ઝડપથી ગુજરાત, મહારાષ્ટ્ર તરફ આગળ વધી છે.જળ રાશિ મીનમાં શનિ વક્રી થતાં સિસ્ટમ સર્જાઈ છે. હાલ નેપ્ચ્યુન એટલે કે વરુણ પણ મીન રાશિમાં વક્રી થતાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. કેટલાંક વિસ્તારોમાં 10 થી 15 ઈંચ વરસાદની શક્યતા રહેલી છે.

જ્યોતિષ શાસ્ત્રીની આગાહી

હાલ બે ગ્રહ જળ રાશિ મીનમાં વક્રી હોવાથી. આગામી 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તો વૃષ્ટિકારક ગ્રહ શુક્રના રાશિ પરિવર્તન અને મંગળની સ્થિતિના કારણે પણ દક્ષિણ ગુજરાત સહિત અને ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. કેટલાંક વિસ્તારોમાં 10થી 15 ઈંચ વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે.

કંટ્રોલ રૂમ 24 કલાક સતત સક્રિ

રાજ્યમાં અતિભારેની શક્યતાએ સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર હાઈ એલર્ટ પર છે. તો રાજ્યના તમામ જિલ્લાના કંટ્રોલ રૂમ 24 કલાક સતત સક્રિય છે. નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રખાઈ રહી છે. દરિયાકાંઠાના વિસ્તારો તેમજપાણી ભરાતા વિસ્તારોમાં ખાસ નજર રાખવા સૂચના અપાઈ છે. NDRF, SDRF સહિત ફાયર વિભાગ, હોમગાર્ડ અને સ્થાનિક બચાવ ટીમોને પણ તૈનાત કરાઈ દેવાઈ છે. તોજરૂરી સેવા સાથે જોડાયેલા અધિકારી, કર્મચારીની રજા રદ કરી દેવાઈ છે. અને મુખ્ય મથક ન છોડવા તેમજ ઈમરજન્સીમાં તાત્કાલિક સ્થળે પહોંચવા અધિકારીઓને સૂચના અપાઈ છે.

 

Breaking News : સુરત શહેર માટે 26 કલાક અતિભારે, આર્મીની 2 ટીમ સહિત ફાયર વિભાગની 16 ટીમો તૈનાત, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.