Breaking News : 2 કલાકમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ, રાજ્યના 82 તાલુકામાં વરસાદ, જુઓ Video
આગામી 48 કલાક માં ગુજરાત માં ભાગો માં હળવા વરસાદી ઝાપટા થઈ શકે તેવી અંબાલાલ પટેલે કરી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી કરી છે.શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં વરસાદી સિસ્ટમની અસર વર્તાઇ છે. મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. છેલ્લા 2 કલાકમાં રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નર્મદાના સાગબારામાં 4.65 ઇંચ વરસાદ નોંધાયો છે. ગરૂડેશ્વરમાં 4.65, નોંદોદમાં 3.54 અને તિલકવાડામાં 3.15 ઇંચ વરસાદ તેમજ 21 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
7 તાલુકામાં વરસ્યો 2 ઇંચથી વધુ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વરસ્યો 2.83 ઇંચ વરસાદ, પંચમહાલના જાંબુઘોડામાં પણ વરસ્યો 2.83 ઇંચ વરસાદ,છોટાઉદેપુરના કવાંટમાં 2.64 અને નસવાડીમાં 2.36 ઇંચ વરસાદ,રાજ્યના 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.રાજ્યના 7 તાલુકામાં વરસ્યો 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવે નજર કરીએ પાછલા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા વરસાદના આંકડા પર તો. પાવી જેતપુર, છોટાઉદેપુર – 2.83, જાંબુઘોડા, પંચમહાલ- 2.83, કવાંટ, છોટાઉદેપુર – 2.64, નસવાડી, છોટાઉદેપુર – 2.36, કુકરમુંડા, તાપી- 2.17, ગરૂડેશ્વર, નર્મદા- 2.13, છોટાઉદેપુર શહેર- 2.09, અને કાલોલ, પંચમહાલ- 1.61 વરસાદ નોંધાયો છે.