Breaking News : ભર ચોમાસે રાજકોટ શહેર પર જળસંકટના એંધાણ ! આજી, ન્યારી ડેમમાં 15 ઓગસ્ટ સુધી ચાલે તેટલું પાણી, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં ભારે જળ સંકટનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય જળાશયો એવા આજી અને ન્યારી ડેમમાં 15 ઓગસ્ટ સુધીનું જ પાણી બાકી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં ભારે જળ સંકટનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય જળાશયો એવા આજી અને ન્યારી ડેમમાં 15 ઓગસ્ટ સુધીનું જ પાણી બાકી છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે છતાં પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડવાને કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે. જો 7 ઓગસ્ટ સુધીમાં પૂરતો વરસાદ નહીં પડે તો પાણીની તંગી વધુ ગંભીર બની શકે છે અને શહેરમાં પાણીનો કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
રાજકોટ શહેર પર જળસંકટના એંધાણ
આજી ડેમ રાજકોટ શહેર માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. મે મહિનામાં સૌની યોજના હેઠળ આજી ડેમમાં 24 ફૂટ પાણી ભરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં ડેમમાં પાણીનું સ્તર ઘટીને ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. ન્યારી ડેમમાં પણ પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજકોટ મહાનગરપાલિકાએ સૌની યોજના હેઠળ વધારાનું પાણી મેળવવા માટે રાજ્ય સરકારને અરજી કરવાની તૈયારી કરી લીધી છે.
હાલમાં શહેરમાં દરરોજ 20 મિનિટ પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાણી પુરવઠા વ્યવસ્થા યથાવત રાખવા માટે મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક છે. પરંતુ જો વરસાદ નહીં પડે તો શહેરમાં પાણીની તંગી વધુ ગંભીર બનશે અને રાજકોટની પાણી પુરવઠા વ્યવસ્થા ફરી એકવાર નર્મદા નદી પર આધારિત બનશે. સારા વરસાદની આશા સાથે મહાનગરપાલિકા અને શહેરના નાગરિકો પણ ચિંતિત છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
