Breaking News: Vibrant Gujarat 2027: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ પ્રવાસે, 26 સભ્યોની ખાસ કોર કમિટીની રચના
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ રોડ શો માટે વિદેશ પ્રવાસે જશે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વિદેશ પ્રવાસે જશે.
મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડામાં વાયબ્રન્ટ ગુજરાતનો રોડ શો યોજી શકે છે, જ્યારે હર્ષ સંઘવી જાપાન અને યુરોપના દેશોનો પ્રવાસ કરશે. આ ઉપરાંત મંત્રી અર્જુન મોઢવાડિયા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ વિદેશ પ્રવાસે જશે. આ અંગે ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલના સફળ આયોજન માટે રાજ્ય સરકારે વિશેષ સમિતિઓની રચના કરી છે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 26 સભ્યોની ખાસ ‘કોર કમિટી’ અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 22 અધિકારીઓની ‘એક્ઝિક્યુટિવ કમિટી’નું ગઠન કરવામાં આવ્યું છે.
Vedanta Real Estate: વેદાન્તા બનાવશે નવી કંપની, 2200 એકર જમીનવાળો રિયલ એસ્ટેટ બિઝનેસ થશે અલગ
Published on: Aug 05, 2026 02:10 PM
Follow Us
Loading...
Unable to load recommendations.
