Breaking News: વાપીમાં ભંગારના ગોડાઉનમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ, ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું

| Edited By: | Updated on: May 26, 2026 | 1:36 PM

વલસાડ જિલ્લાના વાપીમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલી રહેલા ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ATS અને SOGની સંયુક્ત ટીમે કુંતા ગામ ખાતે દરોડા પાડી લાખો રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન AK સ્ટીલ સપ્લાયર્સ નામના ગોડાઉનની ઓફિસમાંથી 2 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 71 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ પ્રવાહી મેફેડ્રોન ડ્રગને સુકવવાનો કરતા હતા પ્રયાસ

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ પ્રવાહી સ્વરૂપના મેફેડ્રોન ડ્રગ્સને સુકવી તેની પ્રોસેસિંગ કરવાની તૈયારીમાં હતા. દરોડા દરમિયાન પોલીસે 5 મોબાઈલ ફોન, 3 વજન કાંટા તેમજ ડ્રગ્સ બનાવટ અને પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ જપ્ત કરી છે.

આરોપી મેહુલ મકવાણા અને અબ્દુલ કલામ ખાનની ધરપકડ

આ મામલે પોલીસે મેહુલ મકવાણા અને અબ્દુલ કલામ ખાન નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી દમણનો રહેવાસી હોવાનું અને બીજો વાપીનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઓપરેશન દરમિયાન ATS અને SOGએ મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કર્યા છે.

હાલ પોલીસે FSLની મદદથી ડ્રગ્સના નમૂનાઓની તપાસ શરૂ કરી છે અને આ રેકેટ સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ ડ્રગ્સ નેટવર્કનો વ્યાપ અન્ય રાજ્યો સુધી પણ ફેલાયેલો હોઈ શકે છે.

આ પણ વાંચો- અમદાવાદ, જામનગર, મોરબી અને નવસારીમાં નવા મેયરની વરણી, ભાજપે જાહેર કરી નવી ટીમ

Follow Us