Vadodara Breaking: PM ઇ-બસ યોજના હેઠળ 30 ઇલેક્ટ્રિક બસની ભેટ, 29 કિમી વિસ્તારના મુસાફરોને મળશે મોટી સુવિધા!

Vadodara Breaking: PM ઇ-બસ યોજના હેઠળ 30 ઇલેક્ટ્રિક બસની ભેટ, 29 કિમી વિસ્તારના મુસાફરોને મળશે મોટી સુવિધા!

| Edited By: | Updated on: Oct 14, 2026 | 5:19 PM

PM ઇ-બસ યોજના હેઠળ વડોદરા મહાનગરપાલિકાને ફેઝ-2 અંતર્ગત વધુ 30 નવી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. ગોત્રી ડેપો ખાતેથી અધિકારીઓએ બસોને પ્રસ્થાન કરાવ્યું હતું, જેનાથી શહેરના 29 કિમી વિસ્તારમાં જાહેર પરિવહન વધુ સુદ્રઢ બનશે.

શહેરમાં પ્રદૂષણમુક્ત અને સુગમ પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે વડોદરાવાસીઓને વધુ 30 નવી અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસની ભેટ મળી છે. કેન્દ્ર સરકારની ‘PM ઇ-બસ સેવા યોજના’ ના ફેઝ-2 હેઠળ મળેલી આ નવી બસોને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગોત્રી બસ ડેપો ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ નવી ઇ-બસો શરૂ થવાથી શહેરના 29 કિલોમીટરના વિસ્તારમાં દૈનિક અવરજવર કરતા હજારો નાગરિકોને સીધો ફાયદો થશે. આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત વડોદરા શહેરને કુલ 250 ઇલેક્ટ્રિક બસો ફાળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે પૈકી અગાઉ ફેઝ-1 માં 50 બસો ફાળવીને કાર્યરત કરી દેવામાં આવી હતી, જ્યારે હવે વધુ 30 બસો ઉમેરાતા શહેરમાં દોડતી ઇ-બસોની સંખ્યા વધી છે.

મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી અને સુવિધા મળી રહે તે માટે તંત્ર દ્વારા આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં નવા સુવિધાયુક્ત બસ સ્ટોપ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ પહેલથી શહેરમાં ગ્રીન મોબિલિટીને વેગ મળશે.

Business Ideas: ₹5 લાખથી ઓછા બજેટમાં શરૂ કરો આ 5 સુપરહિટ બિઝનેસ- દર મહિને થશે લાખોની કમાણી, જાણો તમામ વિગતો !

Follow Us
Loading...
Unable to load recommendations.