Breaking News : વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ કરાઈ, જુઓ Video

| Edited By: | Updated on: May 14, 2026 | 1:07 PM

વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી સમયે વિદેશી દારૂ પકડાવવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી હતી. સંખેડામાં ચૂંટણી ટાણે દારૂ મુદ્દે કાઉન્સિલર પર ગુનો દાખલ થયો હતો

વડોદરાના કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ કરવામાં આવી છે.વોર્ડ 15ના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર 24 મી એપ્રિલ એ પ્રોહીબિશનનો ગુનો દાખલ થયો હતો.આશિષ જોશી મિત્ર ને મળવા અમદાવાદ આવ્યા હતા. આ દરમિયાન રામોલ પોલીસે પકડી પાડ્યો છે.જે મુખ્ય આરોપી છે તેને જામીન આપી દેવામાં આવ્યા છે.

રામોલ પોલીસે પકડી પાડ્યો

તમને જણાવી દઈએ કે, ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ આશિષ જોષી કોંગ્રેસમાં જોડાયા હતા. 23મી માર્ચ એ આશિષ જોશી કોંગ્રેસમાં જોડાયા હતા.કોંગ્રેસે ટિકિટ આપ્યા બાદ વોર્ડ 15 કે જ્યાંથી તેઓ પહેલા ભાજપના કાઉન્સિલર હતા.હરણી બોટકાંડ પીડિતો માટે સવાલો ઉઠાવતા ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. આશિષ જોશી પર ખોટી રીતે ફસાવવા માટે કાવાદાવા કરવામાં આવી રહ્યા છે.રામોલ પોલીસે આશિષ જોષીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

 

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us