Breaking News: વડોદરાવાસીઓને મોટી રાહત, અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરાવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્તને કેન્દ્રીય રેલવે બોર્ડની બેઠકમાં મંજૂરી મળી છે. આ ઓવરબ્રિજ બન્યા બાદ શહેરના અલકાપુરી અને રેલવે સ્ટેશન વિસ્તાર વચ્ચેના વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવામાં મદદ મળશે.

સ્ટેશન-અલકાપુરીને જોડતો ફોર લેન બ્રિજ
મંજૂર થયેલો અલકાપુરી ઓવરબ્રિજ ફોર લેનનો હશે. આ બ્રિજ રેલવે સ્ટેશન અને અલકાપુરી વિસ્તારને જોડશે. પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 166 કરોડનો ખર્ચ થવાનો છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સરખા ભાગે ખર્ચ ભોગવશે.
ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત
અલકાપુરી ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા લાંબા સમયથી સ્થાનિકો માટે મુશ્કેલીરૂપ બની રહી છે. ભારે વરસાદ વખતે ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થતી હતી અને શહેરના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારો વચ્ચેનો સંપર્ક પણ ખોરવાઈ જતો હતો. ઓવરબ્રિજ બન્યા બાદ આ સમસ્યામાંથી રાહત મળવાની અપેક્ષા છે.
સાંસદ હેમાંગ જોશીએ માન્યો આભાર
અલકાપુરી ઓવરબ્રિજને મંજૂરી મળતા વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડોદરાના મહત્વના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરવાની સાથે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો- Breaking News : મોરબીમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના, એકનું મોત, એક યુવક લાપતા, જુઓ Video