Breaking News : મોરબીમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના, એકનું મોત, એક યુવક લાપતા, જુઓ Video
મોરબીના જુના સાડુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા, જેમાંથી બેને બચાવી લેવાયા. એક યુવકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે સોહન ફુલડિયા નામનો એક યુવક હજુ પણ લાપતા છે.

મોરબીના જુના સાડુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ગણપતિ વિસર્જન માટે ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ દુર્ઘટનામાં બે યુવાનોને સ્થાનિકોની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પાણીમાં ગરકાવ થયેલા અન્ય બે યુવાનોમાંથી એકનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો. મૃતક યુવકની ઓળખ અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે, જ્યારે સોહન ફુલડિયા નામનો એક યુવક હજુ પણ લાપતા છે.
રાત્રિના સમયે અંધારું હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી હતી. જોકે, સવાર થતાં જ લાપતા યુવકની શોધખોળ વધુ તેજ કરવામાં આવી છે. મોરબી ફાયર ટીમ દ્વારા મચ્છુ નદીમાં સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
Morbi: 4 Youths Drown During Ganpati Visarjan in Machhu River | Gujarat | TV9Gujarati#Morbi #MorbiNews #GanpatiVisarjan #MachhuRiver #Drowning #Gujarat #TV9Gujarati pic.twitter.com/NprHFXeIjj
— Tv9 Gujarati (@tv9gujarati) September 25, 2026
મહત્વનું છે કે મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન કરવા માટે તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી હોવા છતાં લોકો ત્યાં વિસર્જન માટે પહોંચ્યા હતા. અગાઉ પણ આ વિસ્તારમાં આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે. હાલ લાપતા સોહન ફુલડિયાની શોધખોળ ચાલી રહી છે અને રેસ્ક્યૂ ટીમ દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જોખમી નદી કે પાણીના સ્થળોએ ગણપતિ વિસર્જન ન કરે અને વિસર્જન માટે નક્કી કરાયેલા સુરક્ષિત સ્થળોનો જ ઉપયોગ કરે.
અમેરિકામાં ભારતીય વર્કર માટે આવ્યા મોટા સમાચાર, H-1B વિઝાને લઈ 5 મોટા ફેરફાર, જાણો
