Breaking News : ઉદયપુર રિસોર્ટમાંથી ઝડપાયું સેક્સ રેકેટ, રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા ! જુઓ Video

Breaking News : ઉદયપુર રિસોર્ટમાંથી ઝડપાયું સેક્સ રેકેટ, રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા ! જુઓ Video

| Edited By: | Updated on: Jun 11, 2025 | 1:01 PM

સિમેન્ટ અને લોખંડની કંપનીના વિવિધ શહેરના ડિસ્ટીબ્યુટરને લઈને રાજસ્થાનના ઉદયપુરમાં ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન, ઉદયપુરના અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉદયપુરમાં આવેલા એક રિસોર્ટમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. સિમેન્ટ અને લોખંડની કંપનીના વિવિધ શહેરના ડિસ્ટીબ્યુટરને લઈને રાજસ્થાનના ઉદયપુરમાં ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન, ઉદયપુરના અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટના 9 સહિત 15 ઝડપાયા

રાજસ્થાનમાં ચાલતા આ સેક્સ રેકેટ અંગેની જાણકારી પોલીસને મળતા સુખેર પોલીસ સ્ટેશન દ્વારા ડમી ગ્રાહક બનીને સેક્સ રેકેટ ઝડપવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે ઝડપી પાડેલા સેક્સ રેકેટમાં 14 રૂપલલનાઓ ઉપરાંત રાજકોટના 9 સહિત ગુજરાતના 15 સિમેન્ટ અને લોખંડની કંપનીના ડિસ્ટીબ્યુટર ઝડપાયા હતા. કંપનીએ નક્કી કરેલા ટાર્ગેટ પુરા કરનારા ડિસ્ટીબ્યુટર માટે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.

પોલીસે ડમી ગ્રાહક બનીને ઝડપ્યું રેકેટ

ઉલ્લેખનીય છે કે આ ઉદેપુરના સ્વર્ણગઢ રિસોર્ટમાં રાખવામાં આવેલી પાર્ટી ખાસ વેપારીઓ માટે આયોજન કરવામાં આવી હતી. સિમેન્ટ અને લોખંડની કંપનીએ નક્કી કરેલા ટાર્ગેટ પુરા કરનારા ડિસ્ટીબ્યુટર માટે આ ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પોલીસે ડમી ગ્રાહક બનીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં રાજકોટના 9 સહિત ગુજરાતના 15 સિમેન્ટ અને લોખંડની કંપનીના ડિસ્ટીબ્યુટર ઝડપાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો