Breaking News: ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં ફેરફાર, ભરુચ, આણંદ અને હિંમતનગરના GPCB અધિકારીઓની બદલી!

રાજ્યમાં GPCBના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ભરુચ, આણંદ અને હિંમતનગરના પ્રાદેશિક કચેરીના અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 9 જેટલા અધિકારીઓની બદલી કરવમાં આવી છે.

Breaking News: ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં ફેરફાર, ભરુચ, આણંદ અને હિંમતનગરના GPCB અધિકારીઓની બદલી!
GPCB ના અધિકારીઓની બદલી
Follow Us:
| Updated on: Aug 29, 2023 | 9:01 PM

રાજ્યમાં GPCBના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ભરુચ, આણંદ અને હિંમતનગરના પ્રાદેશિક કચેરીના અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 9 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સિનિયર સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સિનિયર પર્યાવરણ વૈજ્ઞાનિક સહિત વૈજ્ઞાનિક ઈજનેરની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રદુષણને લઈ ફરિયાદીઓ સતત વ્યાપી રહી છે આ દરમિયાન જ મોટા પાયે સિનયર અધિકારીઓ સહિતની બદલીઓ કરવામા આવી છે. મધ્યસ્થ પ્રયોગ શાળાના વડાને એક કરતા વધારે ચાર્જ સોંપવામાં આવ્યા છે. તેઓ હવે સુરત યુનિટ હેડ તરીકે વધારાની જવાબદારી નિભાવશે. આવી જ રીતે પર્યાવરણ ઈજનેર એમઆર મકવાણાને પણ એક કરતા વધારે જવાબદારી સોંપવામાં આવી છે. આમ અનેક અધિકારીઓને રાજ્યમાં ફરીથી એક કરતા વધારે ચાર્જ એક સાથે સંભાળવાની જવાબદારી નિભાવવી પડશે.

અધિકારીઓની બદલીની યાદી

ક્રમ  અધિકારીનુ નામ  હાલની ફરજનુ સ્થળ  બદલી કરાયેલ ફરજનુ સ્થળ
1 ડો એસ એન અગ્રાવત, સિનિયર પર્યાવરણ વૈજ્ઞાનિક વડા, મધ્યસ્થ પ્રયોગશાળા, ગાંધીનગર ગાંધીનગર મધ્યસ્થ પ્રયોગશાળાના વડા સહિત સુરત યુનિટ હેડ તરીકેની વધારી જવાબદારી
2 એમ આર મકવાણા, પર્યાવરણ ઈજનેર યુનિટ હેડ , સુરત, ભાવનગર તથા વાયબ્રન્ટ ગુજરાત અને એમઓયુની કામગીરી યુનિટ હેડ ,ભરુચ તથા વાયબ્રન્ટ ગુજરાત અને એમઓયુની કામગીરી
3 નેહલ ડી અજમેરા, પર્યાવરણ ઈજનેર પ્રાદેશિક અધિકારી, આણંદ પ્રાદેશિક અધિકારી, હિંમતનગર
4 એમ જી કાગઝી, પર્યાવરણ ઈજનેર યુનિટ હેડ, ભરુચ યુનિટ હેડ, ભાવનગર તથા રાજકોટ
5 નીરજ એ શાહ, પર્યાવરણ ઈજનેર યુનિટ હેડ, મોરબી, રાજકોટ, હેઝાર્ડ વેસ્ટ તથા એર એક્શન પ્લાન કામગીરી યુનિટ હેડ, મોરબી, હેઝાર્ડસ વેસ્ટ તથા એર એક્શન પ્લાન કામગીરી
6 બીડી પ્રસાદ, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રાદેશિક અધિકારી, હિંમતનગર વડી કચેરી, ગાંધીનગર
7 એમયુ પટેલ, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રાદેશિક અધિકારી, ભરુચ પ્રાદેશિક અધિકારી, આણંદ
8 કેએન વાધમશી, નાયબ પર્યાવરણ ઈજનેર SEIAA, વડી કચેરી, ગાંધીનગર પ્રાદેશિક અધિકારી, ભરુચ
9 આર આર વીરડા, મદદનીશ પર્યાવરણ ઈજનેર, પ્રાદેશિક કચેરી, સુરેન્દ્રનગર વડી કચેરી, ગાંધીનગર
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગર નજીક દીપડો પાંજરે પૂરાયો, છેલ્લા કેટલાક દીવસથી લોકોમાં ફેલાયેલા ભયમાં રાહત!

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">