Breaking News : સુરત SBI બેંક લૂંટ કેસમાં બેદરકારીનો ખુલાસો, એલાર્મ કેવી રીતે વાગે તેનાથી બેંકનો સ્ટાફ હતો અજાણ, જુઓ CCTV વીડિયો
સુરત SBI બેંક લૂંટ કેસમાં સૌથી મોટી બેદરકારીનો ખુલાસો થયો છે.બેંકમાં લગાવેલ બર્ગલર એલાર્મ સિસ્ટમ કરી રીતે વાગે તેનાથી બેંક સર્વિસ મેનેજર સહિતનો સ્ટાફ અજાણ હતો.
સુરત SBI બેંક લૂંટ કેસમાં સૌથી મોટી બેદરકારીનો ખુલાસો થયો છે. 50 લાખની લૂંટ પ્રકરણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. લૂંટારૂઓએ બેંકના એલાર્મ સિસ્ટમના વાયર કાપ્યા ન હતા. જો કે બીજી તરફ એલાર્મ કેવી રીતે વાગે તેનાથી જ બેંકનો સ્ટાફ અજાણ હતો.લૂંટ સમયે સર્વિસ મેનેજર સહિત બે લોકોએ લૂંટારૂઓની નજર ચૂકવી ત્રણ વાર બર્ગલર એલાર્મ દબાવ્યો પરંતુ વાગ્યો નહીં. તકનો લાભ લઈ લૂંટારૂઓ રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી ભાગવામાં સફળ રહ્યા હતા.
200થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા
મિસ્ટર ઇન્ડિયા બનેલા આરોપીઓને શોધવા પોલીસની તપાસ શરુ છે. પોલીસની 8થી વધુ ટીમે 200થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા છે.પલસાણા સુધી તપાસ કરી છતાં લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર છે.સ્થાનિક, ક્રાઈમ બ્રાંચ સહિત 8થી વધુ ટીમો લૂંટની ઘટના બાદ ઘરે ગઈ નથી.રાત-દિવસ સુરત પોલીસના, મહાનગર પાલિકાના અને સ્થાનિક ઘર કે દુકાનોના આશરે 200થી વધુ કેમેરા ચેક કરી લીધા છે. પોલીસ વેલંજાથી લઈ પલસાણા સુધી અને અડધું સુરત શોધી નાંખ્યું, પણ આરોપીનાં લોકેશન મેળવી શકી નથી.
બિહારની ગેંગ હોવાની હાલમાં આશંકા
આરોપીઓ વેસ્ટર્ન UP કે બિહારની ગેંગ હોવાની હાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.વોલ્ટ રૂમની ચાવી માંગી, 40 લાખમાંથી 2 લાખ મૂકીને જતાં આશ્ચર્ય સર્જાયું છે.સુરતના વરાછાની SBIમાં થયેલી 52 લાખની લૂંટનો મામલો વધુ એક ખુલાસો થયો છે.સુરત ક્રાઈમબ્રાંચની વેલંજા-કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં તપાસ શરુ કરી છે. પોલીસને ગેરમાર્ગે દોરવા અલગ-અલગ સ્થળે મોબાઈલ ફેંક્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે.