Breaking news Surat: 20 વર્ષ બાદ સાયણની ખાડીમાં આવ્યું પૂર, પાણી ઓસરતા તંત્રે જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં 20 વર્ષ બાદ આવેલા ખાડી પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરવાનું શરૂ થયું છે. પાણી ઘટતા જ સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયતે યુદ્ધના ધોરણે સફાઈ અને રોગચાળો અટકાવવા માટેની કામગીરી હાથ ધરી છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં 20 વર્ષ બાદ આવેલા ખાડી પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરવાનું શરૂ થયું છે. પાણી ઘટતા જ સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયતે યુદ્ધના ધોરણે સફાઈ અને રોગચાળો અટકાવવા માટેની કામગીરી હાથ ધરી છે.
રોગચાળો ફાટી ન નીકળે તે તકેદારી રાખવામાં આવી રહી છે
સાયણ ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં અંદાજે 1,500 કિલો જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. પૂરના પાણી બાદ ગંદકી અને જીવજંતુઓના કારણે કોઈપણ પ્રકારનો રોગચાળો ફાટી ન નીકળે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાતમંદ લોકોને દવાઓનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરી
પૂરના કારણે રસ્તાઓ પર મોટી માત્રામાં કચરો અને કાદવ જમા થઈ ગયો હતો. તંત્રે JCB મશીનની મદદથી રસ્તાઓ પરથી કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે, જેથી જનજીવન ઝડપથી સામાન્ય બની શકે. સફાઈ સાથે રસ્તાઓને ફરી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
તંત્ર હજુ પણ સતત નજર રાખી રહ્યું છે
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત સાયણમાં આટલું મોટું ખાડી પૂર આવ્યું હતું, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
હાલ પાણી ઓસરતાં પરિસ્થિતિ ધીમે-ધીમે સામાન્ય બની રહી છે, પરંતુ તંત્ર હજુ પણ સતત નજર રાખી રહ્યું છે. આરોગ્ય અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપીને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી પૂરના બાદ કોઈ નવી મુશ્કેલી ઊભી ન થાય.
Breaking News : ફરી પૂર આવ્યું તો અધિકારીઓ સામે થશે કાર્યવાહી ! સુરતમાં પાણી ભરાવા મુદ્દે DyCM હર્ષ સંઘવી આકરા પાણીએ