Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી! સુરતમાં અમદાવાદની ટ્રાવેલ કંપની સામે ગુનો નોંધાયો

| Edited By: | Updated on: Jun 02, 2026 | 9:21 AM

સુરતમાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ સ્થિત ‘ફ્લાય ઓવર ઇન્ટરનેશનલ’ કંપનીના પ્રોપરાઇટર અને તેમના પરિવારના સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરતમાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ સ્થિત ‘ફ્લાય ઓવર ઇન્ટરનેશનલ’ કંપનીના પ્રોપરાઇટર અને તેમના પરિવારના સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો

ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, કંપનીએ લંડનમાં કેર હોમમાં નોકરી અપાવવાના નામે અનેક લોકોને આકર્ષ્યા હતા. ફરિયાદીનું કહેવું છે કે તેમના મારફતે કુલ 7 વ્યક્તિઓને આ કંપની દ્વારા વિઝા અપાવવામાં આવ્યા હતા. જોકે, જ્યારે આ લોકો લંડન પહોંચ્યા ત્યારે સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો.

આરોપ છે કે જે કંપનીના નામે વર્ક વિઝા અપાવવામાં આવ્યા હતા, તે કંપનીને જ ખબર ન હતી કે તેમના નામે કોઈ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેના કારણે વિદેશ પહોંચેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કંપની દ્વારા નોકરી અને વર્ક પરમિટના ખોટા વાયદા કરીને લાખો રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

પીડિતોએ સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કરતા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કંપનીના સંચાલકો અને તેમના પરિવારજનો સામે છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ ઘટનાએ વિદેશમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો ઉભો કર્યો છે. પોલીસ દ્વારા લોકોને કોઈપણ એજન્ટ અથવા કંપની મારફતે વિદેશ જતાં પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે.

Breaking News : આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી

 

Published on: Jun 02, 2026 09:21 AM
Follow Us