Breaking News: અમદાવાદમાં ભેળસેળનો મોટો પર્દાફાશ! પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર, જુઓ Video
અમદાવાદમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના હેલ્થ વિભાગે વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલોના રિપોર્ટ જાહેર કરતા અનેક લોકપ્રિય ખાદ્ય વસ્તુઓ અખાદ્ય હોવાનું બહાર આવ્યું છે. પાણીપુરી, મિલ્ક શેક, ચીલી પાવડર, ઘી અને હળદર જેવા દૈનિક ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાં ગંભીર અનિયમિતતાઓ મળી આવી છે.

પાણીપુરીના 30થી વધુ સેમ્પલો લીધા
હેલ્થ વિભાગ દ્વારા કુલ 184 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 34 નમૂનાઓમાં ફૂડ ગ્રેડ કલરનો અતિરેક અથવા નિયમ વિરુદ્ધ ઉપયોગ જોવા મળ્યો હતો. ખાસ કરીને પાણીપુરીના 30થી વધુ સેમ્પલોમાં ફૂડ ગ્રેડ કલર મળી આવતા લોકોમાં ચિંતા વધી છે. નિષ્ણાતો મુજબ આ પ્રકારના રંગોનું વધુ પ્રમાણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
અહેવાલ અનુસાર કેટલાક નમૂનાઓમાં ગુણવત્તાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે તે ખાદ્ય પદાર્થોને અખાદ્ય જાહેર કરવામાં આવ્યા છે. હેલ્થ વિભાગ હવે સંબંધિત વેપારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
ભેળસેળ સ્વાસ્થ્ય માટે ખતરો
આ ઘટનાએ શહેરમાં ફૂડ સેફ્ટી મુદ્દે ફરી સવાલો ઊભા કર્યા છે. લોકોમાં પણ હવે બહારની ખાણીપીણી પ્રત્યે સાવચેતી રાખવાની ચર્ચા શરૂ થઈ છે. તહેવારો અને ઉનાળાની સિઝનમાં લોકો મોટા પ્રમાણમાં પાણીપુરી અને ઠંડા પીણાંનું સેવન કરતા હોય છે ત્યારે આવી ભેળસેળ સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે.
Breaking News: જાહેર સ્થળોથી રખડતા કૂતરા હટાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, જીવદયા પ્રેમીઓની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ