Breaking News : અમદાવાદના જમાલપુરમાં કચરાની ગાડીએ રાહદારીને અડફેટે લેતા મોત, 8 વાહનને નુક્સાન, જુઓ Video

| Edited By: | Updated on: Aug 07, 2025 | 1:40 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના જમાલપુર પાસે મનપાની કચરાની ગાડીએ અકસ્માત સર્જાયો છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના જમાલપુર પાસે મનપાની કચરાની ગાડીએ અકસ્માત સર્જાયો છે. કચરાની ગાડીએ રાહદારીને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.

અકસ્માતમાં 2 બાળકો અને અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી છે. અકસ્માતમાં 8 વાહનને નુકસાન થયું છે. લોકોએ ડ્રાઈવરને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ટ્રાફિક પોલીસે કચરાની ગાડીના ચાલકની અટકાયત કરી છે. ગાડીનો ચાલક બીમાર હોવાનું સામે આવ્યું છે. ગાડીના ચાલકે ચક્કર આવી જતાં અકસ્માત થયો હોવાની કબૂલાત કરી છે. નુકસાન થયેલા વાહનોનો AMC ખર્ચ ઉઠાવશે.

શાહીબાગમાં સર્જાયો હતો અકસ્માત

બીજી તરફ આ અગાઉ અમદાવાદના શાહીબાગમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર પૂર પાટ ઝડપે આવતી કારે પહેલા એક્ટિવાને ટક્કર મારી હતી. ત્યારબાદ એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવતા તે રિક્ષા ચાલકને અથડાતા યુવકનું મોત નિપજ્યું હતું. જો કે આ સમગ્ર ઘટનામાં રિક્ષા ચાલકને પણ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડ્યો હતો. જો કે અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 07, 2025 01:40 PM